અમદાવાદમાં PI બારડે રેપ કેસ ને એવી રીતે સોલ્વ કર્યો કે ભારત સરકારે સન્માન કરવું પડ્યું.

એક મહિલા અમદાવાદ માં મહિલા પોલીસ સ્ટેશનમાં આવે છે. અને પોલીસ ને કહે છે કે તેની સાથે બે વ્યક્તિઓ એ સામૂહિક રેપ કર્યો છે. સામૂહિક બળાત્કાર શબ્દ સાંભળતા જ ફરજ બજાવતા પોલીસ અધિકારી ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. અને મહિલા સાથે જે બન્યું તે જાણકારી મેળવી મહિલા સાથે પોલીસ દુષ્કર્મ થયું તે જગ્યા પર ગોમતીપુર માં મોકલે છે.

સ્થળ પર ગયેલી પોલીસ જુવે છે તો જ્યાં બળાત્કાર થયો હતો તે રૂમ નાં પલંગ પર મહિલાની તૂટેલી કાચની બંગડી અને ફેદયેલી ચાદર જોવા મળે છે. પીડિત મહિલા સાથે ગયેલી પોલીસ ત્યાં જુવે છે તો તેમને તે દ્રશ્ય જોઈને લાગે છે કે મહિલા ની વાત સાચી છે. મહિલા પોલીસ સામૂહિક રેપ ની ફરિયાદ નોધે છે. અને રાજ કુમાર બુદ્રની અને સુશીલ બજાજ ની ધરપકડ કરવામાં આવે છે.

મહિલા પોલીસ સ્ટેશન નાંઅધિકારી ફોરેન્સન્સ અધિકારી ને ઘટના સ્થળે મોકલે છે. અને ફોરેન્સિ અધિકારી ચાદર પર પડેલા વીર્ય નાં નમૂના પણ શોધી કાઢે છે. અને પીડિતા નાં સમર્થનમાં પોલીસ વધુ પણ પુરાવા મેળવે છે. યુવતીની ફરિયાદ પ્રમાણે તે ગોમતીપુર વિસ્તારમાં આવેલા એક દુકાન જેના માલિક નીરજ ગુપ્તા છે તે તેમની દુકાનમાં નોકરી કરે છે. નીરજ ગુપ્તા જ્યારે બહાર ગયા હતા ત્યારે નીરજ ગુપ્તા ને મળવા માટે અગાઉ આવી ચૂકેલા રાજ કુમાર બુદ્રાની અને સુશીલ બજાજ આવે છે. નીરજ ગુપ્તા નથી તેવી ખબર પડતા બને આરોપીઓ યુવતી ને ખેંચી ને દુકાન ની પાછળ આવેલા રૂમમાં લઈ જાય છે. અને ત્યાં બંને એ બળાત્કાર કર્યો. પોલીસે કાગળ ની કાર્યવાહી કરી ને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે જેલના હવાલે કરી દીધા.

આ પ્રકાર નું કૃત્ય શરમજનક છે, જેલમાં ગયેલા આરોપી રાજકુમાર અને સુશીલ 35 દિવસ સુધી જેલમાં રહે છે. અને ત્યાર બાદ કોર્ટે તેમને જામીન આપ છે. પોતાની સાથે થયેલી બળાત્કાર ની ફરિયાદ ને કારણે રાજકુમાર અને સુશીલ વ્યથિત હતા. જામીન પર છૂટ્યા પછી તેઓ પોલીસ કમિશનર ઓફિસ પહોંચે છે. અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામે પોતાનો પક્ષ મૂકે છે. પોલીસ કમિશનર સામે રોજ નવી નવી પ્રકાર ની રજૂઆત કરનાર લોકો આવે છે.

અમદાવાદમાં PI બારડે રેપ કેસ ને એવી રીતે સોલ્વ કર્યો કે ભારત સરકારે સન્માન કરવું પડ્યું.

પરંતુ આવું પહેલી વખત થયું હતું કે બળાત્કાર કેશમાં પકડાયેલા આરોપી કમિશનર પાસે આવ્યા હતા. જોકે એક સિનિયર પોલીસ અધિકારી તરીકે સંજય શ્રીવાસ્તવ આરોપી રાજકુમાર અને સુશીલ ની વાત સાંભળીને ઘણું બધું સમજી જાય છે. પરંતુ ઘટના ગંભીર હતી એટલે આ મામલે તપાસ કર્યા વગર કોઈ નિષ્ક્રિય ઉપર જાવું મુશ્કેલ હતું.

કમિશનર સંજય શ્રીવાસ્તવ આ કેશ ની તપાસ ક્રાઇમ જેસીપી અમિત વિશ્વકર્મા ને તપાસ નાં આદેશ આપે છે. બળાત્કાર કેશ ની તપાસ મહિલા પોલીસ સ્ટેશન કરી રહ્યું હતું. તેમની પાસે બધા કાગળો મંગાવી ક્રાઇમ બ્રાન્ચ નાં ઇન્સ્પેક્ટર દ્દર્ષન સિંહ બારડ ને કેસ સોંપવામાં આવે છે. ઇન્સ્પેક્ટર બારડ રાજકુમાર અને સુશીલ ને બોલાવી ને તેમની ફરીથી ઉલટ તપાસ હાથ ધરે છે. Pi બારડ સામે ફરીથી કેટલાય નવા તથ્યો બહાર આવે છે. છતાં, આ ઘટના ની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી હાથ ધરે છે. પીડિતાને મળી ફરી નિવેદન નોંધવામાં આવે છે. પીડિત યુવતી આંધ્ર પ્રદેશ ની વતની છે. પોતાના પતિ અને બાળકો સાથે કામ સોધવા માટે અમદાવાદ આવી હતી. અને સહેરમાં મકાન ભાડે રાખી ને રહેતી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ને આશ્રય એટલા માટે થયું કે 20 ઓક્ટોબર નાં રોજ યુવતી અમદાવાદ આવે છે અને 2 નવેમ્બર નાં રોજ તેની ઉપર બળાત્કાર થાય છે.

ક્રાઇમ બ્રાન્ચ નાં pi બારડ ની ટીમ સહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પીડિત યુવતી ને ભાડે રહેનાર ની યાદી મા સમાવેશ થાય છે કે નહિ તે ખરાય કરે છે. પણ યુવતીની વાત સાચી નીકળી તેણે ભાડે મકાન લીધા બાદ મકાન માલિકે પોલીસ સ્ટેશન માં નોંધણી કરાવી છે. અને નોંધણી નાં ફોર્મ ઉપર સાક્ષી તરીકે ઈરફાન અંસારી સહી કરે છે. આમ invetigetion માં ઈરફાન અંસારી નું નામ પહેલી વખત બહાર આવે છે. પોલીસ અંસારી કોણ છે તેવું આરોપી રાજકુમાર ને પૂછતા તે ચોંકી જાય છે.

કારણ કે એક વર્ષ પહેલા ઈરફાન અંસારી અને અજય કોડનાની એ તેમની સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે તેમણે પોલીસ કેશ કરતા તેઓ જેલમાં પણ ગયા હતા. આમ pi બારડ ને પહેલી કીડી મળે છે કે આરોપી રાજકુમાર અને સુશીલ ને જોડતી કડી મળે છે. આથી ક્રાઇમ બ્રાન્ચે અંસારી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અંસારી ને બોલાવી ને વધુ પૂછ પરછ હાથ ધરી.

બળાત્કાર કેશમાં વૈજ્ઞાનિક પુરાવાઓ ખૂબ અગત્યના હોય છે. મહિલા પોલીસ અધિકારીઓ ની હાજરીમાં ફોરેન્સિસ અધિકારીઓએ ચાદર ઉપરથી વીર્યના નમૂના લીધા હતા. પરંતુ એફ એસ એલ રિપોર્ટ આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ ચોકી ગઈ કારણ કે એફ એસ એલ રિપોર્ટ પ્રમાણે આરોપી રાજકુમાર અને સુશીલ નાં dna સાથે મેળ આવતા જ નહોતા. આમ રાજ કુમાર અને સુશીલ નિર્દોષ હોવાનો વધુ એક પુરાવો મળ્યો હતો. પોલીસ ને સમજાય ગયું કે રમત બહુ મોટી છે પણ આ રમત હજુ પોલીસ ને સમજાઇ નહોતી.

પીડિત યુવતી જ્યાં નોકરી કરતી હતી તે દુકાન માલિક નીરજ ગુપ્તા ને બોલાવી પૂછપરછ કરતા નીરજ ખૂબ ડરેલો લાગી રહ્યો હતો. પણ તેણે ગોમતીપુર માં કેવી રીતે દુકાન ભાડે લીધી તેવી પૂછપરછ માં દુકાન માલિક મહમદ ઇબ્રાહિમ નું નામ સામે આવ્યું હતું. પોલીસે મહમદ ને બોલાવી પૂછપરછ કરતા તેમણે ઈરફાન અંસારી નાં કહેવાથી નીરજ ને દુકાન ભાડે આપી કહ્યું હતું. આમ બીજી વખત પોલીસ સામે ઈરફાન અંસારી નું બીજી વખત નામ સામે આવ્યું હતું. તેથી પોલીસ ને પાક્કી શંકા ગઈ કે આ રમત નો ખેલાડી ઈરફાન અંસારી હશે.

ઇન્સ્પેક્ટર બારડ સામે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું. તેમણે ઈરફાન અને મહિલા સાથે પૂછપરછ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ પીડિત મહિલા પોલીસ નાં પ્રશ્નો નો સામનો વધુ સમય કરી શકી નહિ. તેણે આખી ઘટના નો ઘટસ્પોટ કરી નાખ્યો. યુવતીના નિવેદન પ્રમાણે તેનો સંપર્ક ફઝલુરહેમાને કર્યો હતો. આંધ્ર પ્રદેશની ગરીબ યુવતીને પૈસા ની જરૂર હતી.

આથી ફાઝલુરહેમાને તેને એક લાખ રૂપિયા આપવાની વાત કરી અને બળાત્કાર નો ખોટો કેસ કરવાનો છે તેવી વાત કરી. યુવતી એક લાખ માટે પોતાના પતિ અને બાળકો સાથે અમદાવાદ આવે છે અને આ યુવતી માટે ખુદ ઈરફાન કોટડા વિસ્તારમાં ભાડે મકાન રાખે છે. આમ બળાત્કાર ની ખોટી ફરિયાદ છે તેવું સાબિત થયું પરંતુ રાજ કુમાર સુશીલ અને નીરજ ગુપ્તા દુકાને ગયા કેમ તેની તપાસમાં બહાર આવ્યું કે ઈરફાન અને નીરજ મિત્રો હતા. બળાત્કાર ની ખોટી ફરિયાદ માટે નીરજ ગુપ્તા દુકાન ભાડે રાખે છે અને કાપડ નો વેપાર કરે છે તેવો ડોળ ઊભો કરે છે. ત્યાર બાદ ઈરફાન અગાઉ નાં કેસમાં સમાધાન કરવાનાં બહાને સુશીલ અને રાજ કુમાર ને બે ત્રણ વખત દુકાને બોલાવે છે.

ઈરફાન નું મગજ કોઈ હર્ડકોર ક્રિમીનલ ની જેમ ચાલતું હતું. ઈરફાન જાણતો હતો કે માત્ર બળાત્કાર ની ખોટી ફરિયાદ કરવાથી ચાલશે નહિ. પોલીસ વૈજ્ઞાનિક પુરાવા પણ સોધશે તેથી તેના મામા નાં દીકરા નાં પરિચિત અબ્દુલ અરબાઝ અને મોહમ્મદ ઉંમર ને પાંચસો રૂપિયા આપી તેમનું વીર્ય ડબ્બી માં મેળવે છે. બજારમાંથી કાચની બંગડી લઈ આવે છે. તા 1 નવેમ્બર નાં રોજ ઈરફાન ફરી રાજકુમાર અને સુશીલ ને સમાધાન માટે બોલાવે છે. લગભગ 17 ,18 મિનિટ ચર્ચા કરી રાજકુમાર અને સુશીલ ત્યાંથી નીકળે છે એટલે ઈરફાન પોતાની પાસે રહેલી બંગડીઓ અને વીર્ય નીરજ ને આપે છે. નીરજ દુકાન ની પાછળ રૂમમાં જઈ બંગડીઓ તોડી નાખે છે અને ડબ્બીમાંથી વીર્ય કાઢી ને ચાદર પર ઢોળી નાખે છે.

બીજા દિવસે ઈરફાન નીરજ ગુપ્તા ની સાથે મહિલા પોલીસ સ્ટેશન માં બળાત્કાર ની ફરિયાદ નોધાવે છે. આમ અખો પ્લોટ એટલો મજબૂત હતો કે કોર્ટ માં કેશ ચાલી જતો. રાજકુમાર અને સુશીલ આખી જિંદગી જેલમાં પુરાયેલા રહોત,પરંતુ ઇન્સ્પેક્ટર બારડે તેમની જિંદગી બરબાદ થતાં બચાવી નાખી.

ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઈરફાન અંસારી, અજય કોડનાની, નીરજ ગુપ્તા, ફઝલુ રહેમાન, અને યુવતી ને આરોપી બનાવી તેમની ધરપકડ કરી હતી અને ઇન્સ્પેક્ટર બારડ નાં સરસ invetigetion માટે તેમની પ્રસંશા કરી તેમને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે આપણ ને પણ પોલીસ અધિકારીઓ ને સલામ કરવાનું મન થાય.

Leave a Comment