ગુજરાતમા ફરી એક ભરતી કૌભાંડ સામે આવ્યું યુવરાજસિંહ કર્યો મોટો આરોપ

ગુજરાતમા હેડ કલાર્ક નાં પેપર કૌભાંડ બાદ કરી એક પેપર કૌભાંડ બહાર આવ્યું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એ આરોપ લગાવતા કહ્યું છે કે UGVCL, PGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઑનલાઇન પરીક્ષા માં કૌભાંડ થયાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે.

ગુજરાતમા ભરતી કૌભાંડ સામે આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એ આરોપ લગવતા મીડિયા સમક્ષ કહિયું છે કે ઉમેદવારો પાસેથી પૈસા લઈને નોકરી આપવામાં આવે છે ઊર્જા વિભાગમાં ચાલી રહેલી ભરતી મા ઉમેદવારો પાસેથી 20 થી 21 લાખ રૂપિયા લઇને એક જ ગામ નાં 18 જેટલા વિદ્યાર્થીઓ ને નોકરી આપવામાં આવી છે તેવો ઘટસ્ફોટ કર્યો છે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની PGVCL, DGVCL અને UGVCLની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.

વિડિયો જોવા માટે – અહી ક્લિક કરો

આ ભરતી કૌભાંડ વિશે બિન રાજકીય અને નિષ્પક્ષ રીતે તપાસ થયા તેવી માંગ કરવામાં આવી છે અને તેમની યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કરી છે

Leave a Comment