ગુજરાત માં આ વિસ્તારમાં વરસાદ ની આગાહી.

હાલમાં વરસાદ ની સિજન ચાલુ છે પરંતુ હાલમાં ગુજરાતમાં વરસાદ થોડો લેટ છે ઘણા ખેડૂતો ને વાવેતર નો સમય ચાલુ છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં વરસાદ ની આગાહી કરી છે.

હવામાન વિભાગે 24 થી 26 જૂન સુધી વરસાદ ને લઇ ને આગાહી કરી દક્ષિણ ગુજરાત ના નવસારી ,ડાંગ, વલસાડ ,સુરત, વાપી, દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી કરી છે. તેમજ ઉતર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસે તેવી આગાહી કરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર અને અમદાવાદ માં પણ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે જોકે અમદાવાદ ને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ઉતર ગુજરાત માં બનાસકાંઠા,પાટણ ,મહેસાણા, સાબરકાંઠા પણ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહી છે.

Leave a Comment