ચેતી જજો હવે માસ્ક વગર નીકળ્યા તો આટલા રૂપિયા નો થશે દંડ ગુજરાત સરકારે બહાર પાડ્યું જાહેરનામું

આપણે જાણીએ છીએ છે કે કોરોના ની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે ત્યારે સરકાર બધીજ તૈયારી પહેલાથી કરી રહી છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ કોરોના ની ત્રીજી લહેર નાં આવે તે માટે અગાઉથી તૈયારી કરી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા 8 મહાનગર પાલિકામાં રાત્રે  અગિયાર વાગ્યાથી સવાર નાં પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે અને લોકો ને ભીડ ભેગી નાં કરવા અપીલ કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર અને પોલીસ જે લોકો માસ્ક વગર ફરે છે તેમની જોડેથી ફરીથી એક હજાર રૂપિયા દંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જો તમે પણ જાહેર માર્ગો પર માસ્ક વગર ફરતા હોયતો ચેતી જજો.

Leave a Comment