ડેન્ગ્યુ અને મલેરીયા થી બચવાના ઉપાયો

● પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકવા.
●પાણીના પાત્રોને અઠવાડિયે એક વખત ઘસીને સાફ કરવા.
● દવાયુક્ત મચ્છરદાનીનો રાત્રે અને દિવસે ઉંઘતી વખતે ઉપયોગ કરવો.
● ગામના હવાડાને 15 દિવસે એક વખત પંચાયત દ્વારા સાફ કરવા.

☘️🥬 આજ ના માર્કેટયાર્ડ (બજાર) ના ભાવ જાણવા ક્લિક કરો 

● તાવ આવે ત્યારે મેલેરીયાનુ તાત્કાલિક નિદાન અને સારવાર કરાવો.
● ડેન્ગ્યુના લક્ષણો જેવાકે સખત તાવ,આંખના ડોળાની અંદર દુખાવો, માથું,શરીરનો દુખાવો, ચકામાં પાડવા જેવા લક્ષણો જણાય તો ડોકટરની સલાહ લો.
● બિન ઉપયોગી ડબા, ડબલીઓ,ટાયરો,કાચલીઓ, પ્લાસ્ટિક કપનો નિકાલ કરો.
● પક્ષીકુંજ દરરોજ સાફ કરવા.અથવા નિકાલ કરવો.

કુલર અને ફ્રીઝની સ્ટ્રે દર અઠવાડિયે સાફ કરવા.

● તુટેલા પાણીના પાત્રોનો નિકાલ કરો
● બિન ઉપયોગ હોજ ,કુડીઓને માટીથી ભરીદો.
● આખી બોયના કપડાં પહેરો.
● ઉગતા સૂર્ય સમયે અને આથમતા સૂર્ય સમયે બારી-બારણા બંધ કરો.
● સાંજે અગરબત્તી,લીમડાનો ધૂપ કરો.અને ખુલ્લા શરીર ના ભાગે રિપેલેન્ટ લગાવો.
● ઘરના રૂમમાં અંધારું હોય તો મચ્છર ખૂણામાં તથા લટકતી વસ્તુ કે કપડાં પર બેસે છે અને દિવસે ડેંગ્યુનો મચ્છર એડિસ કરડતો હોય દિવસ દરમ્યાન બીરીઓ ખુલી રાખવી.અને દિવસે પણ ઓલ આઉટ ચાલુ રાખવું

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16 મેં

Leave a Comment