પશુપાલકો માટે ખુશી નાં સમાચાર, બનાસ ડેરી નાં ચેરમેને કરી મોટી જાહેરાત.

નમસ્કાર પશુપાલક મિત્રો આપણા દેશમાં શ્વેત ક્રાંતિ માં ખૂબજ આગળ છે અને શ્વેત ક્રાંતિ માં બનાસકાંઠા જિલ્લામાં માં બહોળા પ્રમાણ માં દૂધ ઉત્પાદન થાય છે અને હજારો પશુપાલકો દૂધ નાં વ્યવસાય સાથે જોડાયેલા છે.

આપણા દેશ માં દૂધ નું ઉત્પાદન ખુબજ થાય છે અને દૂધ માંથી બનતી વાનગીઓ માં પણ આપણો દેશ મોખરે છે દૂધ માંથી બનતી વિવિધ વાનગીઓ દેશ વિદેશમાં મોકલવામાં આવે છે.

બનાસકાંઠા નાં પશુપાલકો માટે બનાસ ડેરી નાં ચેરમેન શંકર ચૌધરી એ મહત્વપૂર્ણ મિટિંગ કરી હતી અને આ આ મિટિંગ માં તેમણે પશુપાલકો માટે જાહેરાત કરી હતી કે બનાસ ડેરી નાં પશુપાલકો માટે 14.18 ટકા દૂધ નફો ફાળવવામાં આવશે.

આ દૂધ નફામાં 1132 કરોડ રૂપિયા પશુપાલકો ને ફાળવવામાં આવશે. અને તેમણે વધુ માં જાહેરાત કરી હતી કે બનાસકાંઠામાં સણાદર માં નવી ડેરી ચાલુ કરવામાં આવશે.

Leave a Comment