રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડો,અનાજ આવશે તો મેસેજ આવશે.

નમસ્કાર મિત્રો,

આજના સમયમાં માં બધું જ ઓનલાઈન થઈ ગયું છે,આપણે રેશન કાર્ડ ની દુકાન પર જઈએ કે આધાર કાર્ડ માં સુધારો કરાવવા જઈએ દરેક કામ ડિજિટલ થઈ ગયા છે. આપણા દેશ નાં વડા પ્રધાન નું સપનું છે કે આપણો દેશ ડિજિટલ બને અને એટલે જ સરકાર અનેક કામ ડિજિટલ કરી રહી છે.

આપણે જાણીએ છીએ કે આજના સમય માં સ્માર્ટ ફોન નો જમાનો છે અને એટલે જ આખી દુનિયા ના સમાચાર અને યોજનાઓ ની માહિતી આપણે ઘરે બેઠા મેળવી રહ્યા છીએ, આપણે જાણીએ છીએ કે પહેલા આપણે જ્યારે રેશન કાર્ડ ની દુકાન પર જતા હતા ત્યારે રેશન કાર્ડ ની દુકાન પર કઈ પણ આપણી વિગત પૂછ્યા વગર સીધા અનાજ આપી દેતા હતા એટલે રેશન કાર્ડ ની દુકાન વાળા ભ્રષ્ટાચાર પણ ઘણો બધો કરતા હતા રેશન કાર્ડ ની દુકાન વાળા બારોબાર થી માલ સમાન વેચી દેતા હતા અને આપણ ને પૂરતું અનાજ મળતું નાં હતું પરંતુ આજ નાં સમય માં બધું ઓનલાઇન થઈ ગયું છે કે જ્યારે આપણે રેશન કાર્ડ ની દુકાન પર જઈએ ત્યારે રેશન કાર્ડ ની દુકાન વાળા આપણી ફિંગર લઈ ને આપણ ને અનાજ આપે છે એટલે હવે રેશન કાર્ડ ની દુકાન વાળા અનાજ બારોબાર વેચી સકતા નથી.

આધાર કાર્ડ માં નામ,જન્મતારીખ,એડ્રેસ ઓનલાઈન સુધારવા માટેઅહી ક્લિક કરો

પરંતુ હાલ માં પણ આપણે જોઈએ છીએ કે રેશન કાર્ડ ની દુકાન વાળા ઓછું અનાજ આપી ને બરીબ લોકો ને છેતરપિંડી કરી રહ્યા હોય છે અને રેશન કાર્ડ ની દુકાન પર અનાજ ક્યારે આવ્યું તેનું પણ આપણ ને ખબર હોતી નથી તો આપણે તેના મેસેજ આપણા ફોન મા મેળવામાં આવે તો આપણ ને ખબર પડી જાય છે રેશન કાર્ડ ની દુકાન માં અનાજ ક્યારે આવ્યું કેટલું આવ્યું છે તો રેશન કાર્ડ માં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો તે આપણે જોઇશું.

મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો?

  • તમારા રેશન કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે સૌથી પહેલા ગુગલ માં search કરવાનું છે idps.gujarat.gov mobile number link તેમાં પહેલી લિંક આવે તેના પર ક્લિક કરવાનું છે અથવા તમે અહી ક્લિક કરો તે લિંક પર સીધા પહોચી જશો.
  • તેના પછી તમને તમારો મોબાઇલ નંબર નાખવાનું ઓપ્શન જોવા મળશે.
  • તેમાં મોબાઇલ નંબર નાખી ને તમારે આગળ વધો પર ક્લિક કરવાનું છે
  • તેના પછી તમે જે નંબર નાખ્યો હસે તેના પર 5 અંક નો (અલ્ફાબેટ અને અંક મા ) otp આવશે.તે submit કરવાનો છે
  • તેના પછી તમને તમારો જિલ્લો,તાલુકો,ગામ seletct કરવાનું કહેશે.
  • તે બધું થઈ ગયા પછી તમે submit પર ક્લિક કરશો તો તમારો મોબાઇલ નંબર લિંક થઈ ગયો હસે.

આ રીત થી તમે ઘરે બેઠા સિમ્પલ રીતે રેશન કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરી શકો છો.

Leave a Comment