શનિદેવ ને ખુબજ પ્રિય છે આ 4 વસ્તુ, જેના એક પ્રયાસ માત્રાથી ખુલી જશે કિસ્મત નાં તાળા

આપણા પુરાણો મા અનેક માન્યતા ઓ છે. શનિદેવનું નામ આવતાં ની સાથે જ લોકો ડરી જાય છે શનિદેવ ને દંડ નાં સ્વામી માનવમાં આવે છે. શનિદેવ કર્મના દેવતા માનવામાં આવે છે અને તમારા કરેલા કાર્યોનું ફળ તમને જરૂર આપે છે. એટલા માટે ગ્રહો ની ચાલમાં શનિદેવને લઈને ગભરાવા ની જરૂર નથી. શનિદેવને અમુક વસ્તુઓ ખુબજ પ્રિય હોય છે. જેના ઉપાય થી તમારી કિસ્મત ચલકી ઉઠે છે.

શનિ ની પીડા ને સમાપ્ત કરવા માટે એક ઉપાય એવો પણ છે કે લોખંડના છલ્લા ધારણ કરવામાં આવે છે. આ છલા ઘોડાની નાળથી બનાવવામાં આવે તો વધારે લાભકારી બને છે. શનિવાર નાં દિવસે લોખંડ નાં છલ્લો ને સરસવ નાં તેલમાં થોડી વાત મૂકી દેવાના. પછી જળથી ધોઈને તેને હાથની ધ્યમાં આંગળીમાં ધારણ કરવાના.

સરસવનું તેલનો પ્રયોગ ખુબજ સારો ગણવામાં આવે છે. શનિ માટે સરસવનું તેલ દાન કરવું ખુબજ અનુકૂળ પરિણામ આપે છે. જીવનમાં સારી સફળતા મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી જુઓ. શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લઈને તેમાં એક રૂપિયાનો સિક્કો નાંખો. તેલમાં તમારા પોતાનો ચહેરો જોવો અને પછી તે સરસવ નાં તેલ ને કોઈ નિર્ધન વ્યક્તિ ને દાનમાં આપી દો.

ઘોડાની નાળ પણ ખુબજ મહત્વનો ઉપાય માનવામાં આવે છે. ઘોડાની નાળ નું શનિ માટે અત્યંત મહત્વ છે. તેના માટે તેજ ઘોડાની નાળ નો ઉપયોગ કરો કે જે ઘોડાના પગમાં પહેરેલી હોય. બજારમાંથી ખરેદેલી નવી નાળ નો ઉપયોગ કરવો નહિ તે કોઈ પ્રભાવ પાડતી નથી.

શનિ નાં કારણે ધન ની પ્રોબ્લેમ માં કાળી અડદ દાળ કે કાળા તલનો ઉપયોગ કરો. શનિવાર નાં સાંજે કાળા અડદ અને કાળા તલને કોઈ ગરીબ વ્યક્તિ ને દાન કરો. દાન કરતાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધન ની પ્રાપ્તિ થશે.

 

Leave a Comment