હવામાન વિભાગે ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વરસાદ ની આગાહી કરી

જ્યારે રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે અને તેવા સમયમાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં  સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તાર માં વરસાદ પડશે તેવી આગાહી હવામાંન વિભાગ દ્વારા કરવામાં આવી છે આવી આગાહીના પગલે ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં દક્ષિણ અને પશ્ચિમ ના ગરમ પવનની અસર ના કારણે રાજ્ય ના 11 શહેરો માં 38 ડીગ્રી થી વધુ તાપમાન નોં પારો નોંધાયો છે. આજ કારણે હવામાન વિભાગ દ્વારા  આગામી 24 કલાક માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માં કેટલાક વિસ્તારો માં વરસાદ ની આગાહી કરતા ખેડૂતો ને ચિંતા વધી છે. થોડા સમય પહેલાં જ  તોકતે નામનું વાવાઝોડું આવ્યું હતું અને વાવાઝોડાના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું હતું આ નુકસાનનું વળતર પણ ખેડૂતોને હજુ સુધી મળી નથી એવામાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સતત ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જયારે સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારો માં ઝાપટા પડશે એવી આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક માં સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા પડશે

સુરેન્દ્રનગર અને રાજકોટ માં 41.5 ગરમી નો પારો નોંધાયો હતો જ્યારે ડીસા માં 40.3 ડિગ્રી સુધી ગરમી  પડી હતી ભાવનગર માં 38.3 ડીગ્રી સુધી તાપમાન નોંધાયું હતું

અમદાવાદ અને ગાંધીનગર માં 38.5  ડીગ્રી સુધી પહોંચ્યું હતું. આ ગરમી ને પગલે હવામાન વિભાગે આગામી 24 કલાક માં  વરસાદ ના ઝાપટા પડશે એવી આગાહી કરવામાં આવી છે.

Leave a Comment