ચાલુ વાહને ફોન પર વાત કરવા ને લઈને કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ.

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ છે કે આપણા દેશમાં વાહનો ની સંખ્યા દિવસે અને દિવસે વધતી જાય છે. વાહનો વધવા ને લઈને સરકાર પણ ઘણી ચિંતિત છે. વાહનો વધવાથી ટ્રાફિક ની સમસ્યા પણ વધારે જોવા મળે અને અકસ્માત નો ખતરો પણ ઘણો બધો વધી જાય છે. હાલમાં ડિજિટલ જમાનામાં લોકો મોબાઈલ નો ઉપયોગ વધારે કરે છે અને હાલમાં લોકો પાસે સમય હોતો નથી એટલે વાહન ચલવતી વખતે પણ મોબાઈલ મા વાતો કરતા હોય છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ મા વાત કરવા થી અકસ્માત ની સંભાવના પણ ઘણી બધી વધી જાય છે. લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય છે અને બેફામ વાહનો ચલાવતા હોય છે. ચાલુ વાહને તમે મોબાઈલ પર વાત કરતા પકડાય જાઓ તો પોલીસ તમારી જોડેથી દંડ પણ વસૂલે છે. પરંતુ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જો તમે ચાલુ વાહને મોબાઈલ મા વાત કરતા હોય ત્યારે હેન્ડ ફ્રી થી વાત કરતા હશો તો પોલીસ તમારી જોડેથી દંડ નહિ વસૂલે.

ચાલુ વાહને ફોન કરવાને લઈને કેન્દ્ર સરકારે નિયમો બનાવ્યાં છે. લોકસભામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વાતની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે જ્યારે મોબાઈલ ફોનમાં હેન્ડ્સ ફ્રી હશે ફક્ત તેવા કિસ્સામાં જ ચાલુ વાહન વાત કરી શકાશે. અર્થાત તો તમે હે્ન્ડ્સ ફ્રી પર વાત કરતા હશો તો તમારુ ચલાણ નહીં કપાય.

Leave a Reply

Your email address will not be published.