દૂધ નહીં પરંતુ આ પાંચ વસ્તુઓ ખોરાક સાથે ઉમેરો હાડકાઓ માં કેલ્શિયમ ની કમી થશે દુર.

નમસ્કાર મિત્રો, આપણે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે અનેક પોષણ યુક્ત ખોરાક લેતા હોઈએ છીએ આપણે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા કેલ્શિયમ માટે અનેક પ્રયત્નો કરીએ છીએ. છતાં આપણે જાણીએ છીએ કે આજની યુવા પેઢી બજાર માં મળતા ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. આજના લોકો કઠોળ તેમજ ફળો નો ખોરાક ઓછો લે છે. અને પોષણ યુક્ત આહાર નાં મળવા નાં કારણે આજના યુવાનો ને શરીર માં અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. નાની ઉંમરમાં પણ તેમને હાડકા તેમજ કેલ્શિયમ ની ઉણપ તેમજ શરીર નાં રોગો નો સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે વાત કરીશું કે જેનો તમે ખોરાક માં ઉપયોગ કરવાથી તમને કેલ્શિયમ ની સમસ્યાથી છુટકારો મળશે.

આપણે જાણીએ છીએ કે દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ ને કેલ્શિયમ નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ દૂધ સિયાય પણ એવી વસ્તુઓ છે કે જે તમને વિટામિન d અને કેલ્શિયમ નું પ્રમાણ વધારે છે.

1 – અંજીર અને બદામ : અંજીર અને બદામ ને કેલ્શિયમ નો ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. અંજીર અને બદામ ફક્ત શરીર ને તંદુરસ્ત રાખવા માટે નહિ પરંતુ તે હાડકા અને દાંત ને પણ મજબૂત બનાવે છે. તેમજ તે માંસ પેશીઓ ને પણ મજબૂત બનાવે છે.

2 – લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજી માં ફોલિક એસિડ અને મેગ્નેશિયમ, કોપર , જસત, પ્રોટીન, કેલ્શિયમ,જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીર ને તેમજ હાડકાઓ ને મજબૂત કરે છે.

3 – અનાજ અને કઠોળ : અનાજ અને કઠોળ ને શરીર માટે ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે. ઘઉં, બાજરી, સોયાબીન, ચણા જેવા અનાજ શરીર માટે કેલ્શિયમ ની ઉણપ માટે ફાયાકારક છે.

4 – ઈંડાં અને માછલી : ઈંડાં અને માછલી પ્રોટીન અને કેલ્શિયમ નો ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં સેલમન માછલી વિટામિન d નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. શરીર ને તંદુરસ્ત રાખવા તેમજ કેલ્શિયમ ની ઉણપ ને દુર કરવા માટે સેલમન માછલી આહાર માં લઇ શકો છો.

5 – સોયા અને ટોકુ : અડધો કપ સોયાબીન ખાવાથી તમને લગભગ 225 મિલી કેલ્શિયમ મળે છે. અને અડધો કપ ટોકું ખાવાથી તમને લગભગ 250 મિલી કેલ્શિયમ મળે છે. તેથી સોયા અને ટોકૂ કેલ્શિયમ ની ઉણપ માટે આહાર માં લઇ શકો છો.

Leave a Comment