વાહન ચાલકો માટે સારા સમાચાર, હવે રસ્તા પર ટોલ નાકા નહિ આવે નીતિન ગડકરી નો પ્લાન જાણી ને મોજ પડી જશે.

હાલમાં આપણે ક્યાંય બહાર જઈએ તો ટોલ નાકા થી કંટાળી જઈએ છીએ. ટોલનાકા પર થતી ભીડ થી પરેશાન થઈ જઈએ છીએ ત્યારે ટોલનાકા ને લઈને પરિવહન મંત્રી નીતિન ગડકરી ને મોટો પ્લાન બનાવ્યો છે. હાઈ વે એક્ષપ્રેસ વે પર ચાલતા વાહન ચાલકો માટે ટુંક સમયમાં ટોલ બ્લોક પર લાઈનો માં ઉભા રહેવાનો છુટકારો મળી જાય તેવી શકયતા છે.

આ માટે ટોલ વસૂલવા માટે સરકારે બે નવી પદ્ધતિઓ લાવવાની યોજના બનાવી છે. અત્યારે આ યોજના પર કામ ચાલી રહ્યુ છે અને ટૂંક સમયમાં તે સાચા થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કહ્યું છે કે ટોલ વસૂલવા માટે ટેકનોલોજી માં ફેરફાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક વર્ષ ની અંદર ટોલ બુથ ની જગ્યાએ gps આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.

તેમણે લોકસભા નાં એક નિવેદનમાં કહ્યુ કે હુ ગૃહ ને ખાતરી આપવા માંગુ છુ કે દેશમાંથી એક વર્ષની અંદર ટોલ બુથ નાબૂદ કરવામાં આવશે. મતલબ કે ટોલ કલેક્શન gps દ્વારા થશે. પૈસા gps દ્વારા ઇમેજિન જે વાહનો પર લગાવવા માં આવે તેના આધારે લેવામા આવશે. ગડકરી એ ગયા વર્ષે કહ્યું હતું કે ટોલ વસૂલવા માટે નવી ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. ટોલ માટે કોમ્પ્યુટરરાઇડ ડિજિટલ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી એ કહ્યું છે કે સરકાર ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે જેમાં પહેલો રસ્તો એ છે કે જેમાં કારના gps વાહન માલિકના બેંક ખાતામાંથી સીધા ટોલ વસૂલવા માં મદદ કરશે. બીજો વિકલ્પ નંબર પ્લેટ નો છે જેમાં જૂની નંબર પ્લેટ ને બદલીને નવી પ્લેટ લગાવવા માં આવશે અને ત્યારબાદ કોમ્પુટરરાઇડ સિસ્ટમ દ્વારા સોફ્ટવેર ની મદદથી ટોલ વસૂલવા માં આવશે. જેમાં બંને વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે આમાથી કયો વિકલ્પ રાખવો તેના વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

Leave a Comment