ગુજરાત માં તૈકત વાવાઝોડા એ ઘણા વિસ્તાર માં ભારે તારાજી સર્જી હતી અરબી સમુદ્ર માંથી શરૂ થયેલા તૈકત વાવાઝોડા એ મહારાષ્ટ્ર,ગુજરાત સહિત ઘણા બધા વિસ્તાર માં ભારે તબાહી મચાવી હતી. ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ભારે નુકશાન કર્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ખેડૂતો નાં પાક ને ભારે નુકશાન કર્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો. Taikate વાવાઝોડાં એ જાનહાનિ ઓછી કરી હતી પરંતુ આર્થિક રીતે ઘણું બધું નુકશાન થયું છે ખેડૂતો નાં પાક તેમજ કેરી અને નારિયેળ નાં ઝાડ ભાંગી નાખ્યા હતા.

ગુજરાત માં આવેલી કુદરતી આપત્તિ પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. કારણ કે આ કુદરતી આપત્તિ માં ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં.
તેવામાં આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા અને તેમને આજે વાવાઝોડાના અસર ગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેમણે આર્થિક પેકેજ ની જાહેરાત પણ કરી હતી.
PM મોદી એ શું સહાય જાહેર કરી?
° પાક ખરી પડ્યો હોય તો હેકટર દીઠ 30,000
° નુક્શાન પામેલા ઉનાળુ પાકો માટે હેકટર દીઠ 20,000 સહાય
• રાજ્નેય સરકારે 500 કરોડ રૂપિયા નું આર્થિક પેકેજ જાહેર કર્યું.
• વાવાઝોડાથી ઇજા ગ્રસ્ત લોકો ને 50 હજાર રૂપિયા ની સહાય.
• એક અઠવાડિયામાં ખેડૂતો ના ખાતામાં જમા થશે.