ભેંસો ચરાવવા ગયા હતા બાળકો, પ્લાસ્ટિક ની થેલી માંથી નીકળ્યા 13 ડબ્બાઓ અંદર જોયું તો હોશ ઉડી ગયા.

પાટણ : જીલ્લાના સિદ્ધપુર તાલુકાના તાવડિયા ગામે પાણી નાં વ્હોળા માં અવાવાર જગ્યા પર 13 જેટલા પ્લાસ્ટિક નાં ડબ્બામાં માનવ ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથક માં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા કાકોશી પોલીસ ને મેડિકલ વેસ્ટ પડેલું જણાવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને સ્થળ પર તપાસ કરતા તે માનવ ભ્રૂણ જોવા મળી આવ્યા હતા.

સિદ્ધપુર સમાચાર

માનવ અંગો પ્લાસ્ટિક નાં ડબ્બાઓ માં મળી આવતા આ બાબતે હેલ્થ વિભાગ ને લાગતી હોય સ્થાનિક આરોગ્ય અધિકારી ને બોલાવ્યા હતા. આ બાબતે તપાસ માટે એફ એસ એલ ને બોલાવી તમામ મુદ્દા માલ કબ્જે કરી અને તપાસ માં જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને તેની તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના ને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ છે. ગામની અવાવર જગ્યા પરથી 13 જેટલા માનવ ભ્રૂણ લોકો ને જોવા મળ્યા હતા.

આ બાબતે ગામ ના પાણી નાં વહેણ માં બાળકો ભેસો ચરાવતા હતા અને ત્યાંથી તેમને એક થેલા માં 13 જેટલા ડબ્બાઓ જોવા મળ્યા હતા તપાસ કરતા તે માનવ ભ્રૂણ હતા અને તે સંપૂર્ણ મૃત હાલત માં જોવા મળ્યા હતા. સવાલ એવો થાય કે સિદ્ધપુર નાં દવાખાનામાં ગેરકાયદેસર ભ્રૂણ હત્યા નો કારોબાર ચાલી રહ્યો છે કે કેમ આ અંગે શંકા પડી રહી છે.

Leave a Comment