નંબર સેવ કર્યા વગર whatsapp મા મેસેજ કરી શકશો. જુઓ કેવી રીતે.

નમસ્કાર મિત્રો, આજના સમય માં ડિજિટલ યુગ નો જમાનો આયો છે. આજના સમય માં દરેક વ્યક્તિ જોડે એન્ડ્રોઈડ મોબાઈલ તો હશેજ. ભાગ્યે કોઈ વ્યક્તિઓ જોડે સ્માર્ટ ફોન નાં હોય તેવું બનતું હોય છે. અને સાથે સાથે જો કોઈ વ્યક્તિ જોડે સ્માર્ટ ફોન હોય અને તે વ્યક્તિ whatsapp નાં વાપરતો હોય તેવું બનેજ નહિ.

આજના યુગ મા દરેક વ્યક્તિ whatsapp નો ઉપયોગ કરતા જ હોય છે. અને આપણે દરેક કામ માટે whatsapp નો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ત્યારે આપણે ધંધા માટે અથવા નોકરી માટે અનેક વાર ફોટા અથવા અનેક ડોક્યુમેન્ટ બીજી વ્યક્તિ ને તાત્કાલિક મોકલવાના હોય છે. ત્યારે આપણે ઘણી બધી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.

ત્યારે આપણે પહેલા whatsapp મા મેસેજ કરવા માટે પહેલા મોબાઈલ મા નંબર સેવ કરવો પડે છે અને પછી આપણે whatsapp મા refresh કરવું પડે અને પછી આપણે મેસેજ કરી શકીએ છીએ તો આજે અમે તમને વાત કરીશું કે તમે તમારા મોબાઈલ માં નંબર સેવ કર્યા વગર મેસેજ તાત્કાલિક કેવી રીતે કરી શકીએ. તો ચાલો જોઈએ કે કેવી રીતે :

તો ડાયરેક્ટ મેસેજ કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે કોઈ પણ search બ્રાઉઝર ખોલવાનું છે. અને તેમાં તમારે search બાર માં લખવાનું છે wa.me/91########## આપેલી માહિતી પ્રમાણે પહેલા તમારે wa.me/ કરી ને પછી તમારે country code નાંખવાનો છે પછી તમારે જે વ્યક્તિ ને મેસેજ કરવાનો હોય તે વ્યક્તિ નો મોબાઈલ નંબર નાંખવાનો છે અને પછી search કરવાનું છે.

આ રીતે તમે ડાયરેક્ટ નંબર સેવ કર્યા વગર કોઈપણ વ્યક્તિ ને મેસેજ કરી શકો છો.

Leave a Comment