હવે રોંગ સાઈડમાં ગયા તો ટાયર ફાટી જશે, અહમદાબાદ મા લાગ્યા ટાયર કિલર બમ્પ.

હાલમાં ટ્રાફિક ની સમસ્યા ખુબજ વધી ગઈ છે. તેવામાં ઘણા લોકો રોંગ સાઈડમાં વાહનો ઘુસાડી દેતા હોય છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવા થી અકસ્માત અને ઘણું બધું જોખમ રહેલું હોય છે તેવામાં ટ્રાફિક પોલીસ પણ ઘણી મહેનત કરતી જોવા છતાં વાહન ચાલકો રોંગ સાઈડમાં બેફામ વાહનો ચલાવતા જોવા મળતા હોય છે. અમદાવાદ માં જ્યારથી ઇસ્કોન બ્રિજ અકસ્માત ઘટના બની ત્યારથી ટ્રાફિક નાં નિયમો કડક બનાવી દીધા છે.

અમદાવાદ નાં ઘણા વિસ્તારોમાં રોંગ સાઇડ વાહન ચાલકો નાં નિરાકરણ માટે થઈને ટાયર કિલર બમ્પ નાખવામાં આવ્યા છે. જો તમે વાહન લઈને રોંગ સાઈડમાં ઘૂસી ગયા તો તમારા વાહનના ટાયર ફાટી જસે. અમદાવાદ કોર્પોરેશન એ આધુનિક ટેકનોલોજી થી નિરાકરણ માટે આ યુક્તિ અજમાવી છે.

અમદાવાદમાં ટ્રાફિક ને અંકુશમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર ભરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટેની કામગીરી કરી રહ્યું છે. આ વિભાગ રોડ મર્કિંગ રોડ સાયજેનીસ પર કામ કરી રહ્યું છે. હાલમાં જ વન વે સ્પયિક સ્પીડ બમ્પ એટલે કે ટાયર કિલર બમ્પ લગાવી રહી છે.

અમદાવાદમાં હવે રોગ સાઈડમાં વાહન ચલાવનારા ઓ ને સાવધાન થઈ જવાની જરૂર છે. ચાંદલોડિયા, પ્રભાત ચોક વિસ્તારમાં લાગ્યા છે ટાયર કિલર બમ્પ. ધીરે ધીરે આખા શહેરમાં આ બમ્પ લગાવામાં આવશે જેનાથી રોંગ સાઇડ વાહન ચલાવનાર ને ટાયર ફાટી જશે.

Leave a Comment