ગુજરાતી જોડે લગ્ન કરનાર સના ખાને પહેલા બાળકને આપ્યો જન્મ, શેર કરી પ્રથમ ફોટો…

બૉલીવુડ ની પૂર્વ અભિનેત્રી સના ખાન અને તેના મૂળ ગુજરાતી પતિ અનસ સૈયદે 5 જુલાઈ 2023 ના રોજ એમના પ્રથમ બાળકને જન્મ આપ્યો. એમણે પોતાના જીવનમાં એક પુત્રનું સ્વાગત કર્યું છે અને તેમની પુત્ર પ્રાપ્તિ ની ખુશી મળી છે.પુત્રના જન્મ બાદ સનાએ પોતાની ડિલિવરી પછીનો પહેલો ફોટો શેર કર્યો છે.

માં બન્યા પછી પહેલો ફોટો શેર કર્યો છે
હકીકતમાં સના ખાને ગઈ કાલે એટલેમ કે 6 જુલાઈ 2023 ના રોજ તેની ડિલિવરી પછી તેની પ્રથમ ઝલક સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી સામે આવેલ ફોટોમાં સનાનો હાથ તેના પર ટપક સાથે જોઈ શકીએ છીએ. નવી માતાએ ચિત્રની ઉપર એક કેપશન પણ ઉમેર્યું છે.

એક્ટર સના ખાને કેપશનમાં લખતા કહ્યું કે મીઠી પીડા માંથી પસાર થઈ રહી છું કારણ કે તેણી તેના બાળકના આવવાની ખુશી વિશે વિચારી ને તેણે કેપ્શનમાં લખ્યું મીઠી પીડા. સના ખાન પહેલા બાળકની માં બનતા ફેન્સ એમને અભિનંદન પાઠવી રહ્યા છે ફેન્સ ફોટો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

sana khan

બાળક આવવા ની જાહેરાત
5 જુલાઇ ના રોજ સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પુત્રના જન્મની જાહેરાત કરતા એક વિડિઓ શેર કર્યો અને તેના ફેન્સ સાથે ખુશીના સમાચાર શેર કર્યા હતા. વીડિયોમાં અમે તેના નાના બાળકના નાના હાથની ઝલક જોવા મળી હતી સાથે એક સુંદર કેપશન પણ ઉમેર્યું હતું અને આશીર્વાદ આપવા અલ્લાહનો આભાર પણ માન્યો.

Leave a Comment