10 માં લગ્ન, 12 માં બની ગઈ માં, પછી ઇન્પેક્ટર બનીને પૂરું કર્યું સપનું…

આ યુવતી નું નામ હેમલતા ચૌધરી ઉર્ફે હેમાકાક્ષી છે જેઓ દેશની લાખો છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. ભારત પાકિસ્તાન ની બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લાના સરનુ ચિમનજી ગામની છોટી ધાનીની રહેવાસી આ યુવતી એ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બનવામાં સફળતા મેળવી છે. જેની કહાની જબરજસ્ત છે.

સબ-ઇન્સ્પેક્ટર બન્યા બાદ હેમલતા જ્યારે પહેલીવાર પોતાના ગામ ખેડૂત માં બાપ ને મળવા માટે પહોંચી ત્યારે ઘરમાં હાજર તમામ લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા જાણીને માની નહીં શકો પરંતુ આ યુવતીના જયારે લગ્ન ત્યારે તે માત્ર 10મા ધોરણમાં હતી અને 12મા ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તે એક બાળકની માતા બની ગઈ હતી.

Screenshot 1 24

સંઘર્ષ કરીને સફળતા મેળવ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન હેમલતા ચૌધરીએ કહેતા જણાવ્યું હતું કે 12મું પાસ કર્યા બાદ તેણે પોતાનો ખર્ચો નીકાળવા માટે આંગણવાડીમાં નોકરી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન તેમણે 10 વર્ષ આંગણવાડીમાં સેવા આપી હતી. એક સમય એવો હતો કે જ્યારે હેમલતાને અભ્યાસ માટે રોજ 14 કિલોમીટરની મુસાફરી ઘરથી શાળા સુધી કરવી પડતી હતી, પરંતુ તે મનની અડગ હતી તેઓ ક્યારેય હિંમત હારી નહીં.

Screenshot 4 7

પુત્રીની સફળતા પર પિતા દુર્ગારામે મીડિયાથી વાત કરતા જણાવ્યું હતું કે પુત્રી હેમલતાએ લગ્ન બાદ સ્વ-શિક્ષિત વિદ્યાર્થી તરીકે કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. બધા લોકો તેને શિક્ષિકા બનવાની સલાહ આપતા હતા, પરંતુ તેને બાળપણથી જ રાજસ્થાન પોલીસમાં જોડાવાનું સપનું હતું દીકરી હેમલતાએ વર્ષ 2015 માં પહેલી વાર વખત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી જેમાં તેણીએ લેખિત પરીક્ષા પાસ કરી પરંતુ તે ફિઝિકલ માં પાસ ન થઈ શકી પરંતુ તેણીએ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા.Screenshot 2 16

દીકરી હેમલતાએ 2016માં રાજસ્થાન પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં ફરીથી પોતાનું નસીબ અજમાવ્યું અને આ વખતે તેને સફળતા મળી અને વર્ષ 2021માં હેમલતા સબ ઈન્સ્પેક્ટર બની. જે બાદ પાસિંગ આઉટ પરેડ બાદ પહેલીવાર જ્યારે તે ખાકી યુનિફોર્મમાં ઘરે આવી ત્યારે તેને જોઈને બધા ખુશ થઈ ગયા. જે અત્યારે લોકો માટે પ્રેરણા રૂપ બની છે મિત્રો દીકરી પર ગૌરવ હોય તો પોસ્ટને શેર કરી દેજો.

Leave a Comment