આ છે દુનિયા ની સૌથી મોંઘી ગાય, BMW ઓડી થી વધારે છે કિંમત…

દેશ દુનિયામાં વસતા કરોડો હિન્દુઓ ગાયને માતા માને છે જેની પૂજા પણ કરવામાં આવે છે પ્રાચીન આયુર્વેદમાં ગાયના દૂધને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે. અત્યારે પણ ગામડાઓમાં તમને ખાસ કરીને કેટલાય ઘરોમાં ઘરોમાં ગાય જોવા મળશે. પરંતુ મિત્રો અહીં આપણે

નવાઈ ની વાત એ છેકે આ ગાય વિદેશમાં હોવા છતાં ભારત સાથે સંબંધિત છે.

વિશ્વની સૌથી મોંઘી ગાયની કિંમત સાંભળી દંગ રહી જશો
આપણે જે ગાયનિ વાત કરી રહ્યા છીએ એ ગાયનું નામ Viatina-19 FIV Mara Imovis છે અને ગાય નેલ્લોર જાતિની ગાય કહેવાય છે. એક રિપોર્ટ મુજબ આ ગાયના ત્રીજા ભાગની માલિકી બ્રાઝિલમાં 1.44 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે. એટલે ભારતીય રૂપિયામાં લગભગ 11 કરોડ રૂપિયા થાય છે હવે જો તેના પરથી તેની કુલ કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો તે 4.3 મિલિયન છે. તેને ભારતીય રૂપિયામાં તે અંદાજે રૂપિયા 35 કરોડ છે. આ ગાયની ઉંમર લગભગ સાડા ચાર વર્ષની છે.

જાણો આ ગાયનો ભારત સાથે શું સંબંધ છે
હકીકત માં આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આ ગાયની જાતિ જોવા મળે છે. આ જાતિને આ જિલ્લામાંથી જ બ્રાઝિલ મોકલવામાં આવી હતી. અહીંથી આ ગાય પુરી દુનિયામાં ફેલાઈ ગઈ અને આજે તે આખી દુનિયાની સૌથી મોંઘી ગાય બની ગઈ છે. એવું કહેવાય છે કે આ જાતિની લગભગ 16 કરોડ ગાયો આખી દુનિયામાં જોવા મળે છે.

આજ કારણે આ ગાયની કિંમત કરોડોમાં છે
નેલ્લોર જાતિની ગાયો આખી દુનિયામાં સૌથી મોંઘી વેચાય છે કારણ કે તેઓ પોતાને ગમે ત્યાં વાતારણ અનુકૂળ આવે છે અને તે ઘણું દૂધ પણ આપે છે. તેની સાથે જ તેના દૂધમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે શરીર માટે શ્રેષ્ઠ અને ગુણકારી છે. આ ગાયો ચળકતી સફેદ અને ઢીલી ચામડીવાળી ખૂબ જ સીધી હોય છે. તેમના ખભા પર એક ખૂંધ જોવા મળે છે. આ ગાયોની ચામડી ઢીલી હોઈ પરંતુ તે ખૂબ જ સખત હોય છે. આ કારણે આ ગાય ઉંચા તાપમાનને સહન કરે છે અને લોહી ચૂસનાર જંતુઓ પણ તેમને ખલેલ પહોંચાડી શકતા નથી.

Leave a Comment