ખેડૂતોને મોદી સરકાર ની મોટી ભેટ | વાર્ષિક 6 હજાર નાં બદલે મળશે 9 હજાર ની સહાય

ભારત સરકાર દ્વારા ખેડૂતોને pm કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય હેઠળ દર ચાર મહિને 2 હજાર નો હપ્તો સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. સરકાર 2024-25 નાં બજેટમાં કૃષિ ક્ષેત્રે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે. આ નાણાકીય વર્ષમાં ગત વર્ષ કરતા લગભગ 39 ટકા જેટલો વધારો હસે.

આગામી લોકસભા ની ચુંટણી પહેલા મોદી સરકાર ખેડૂતો માટે તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ નું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી આર્થિક સહાય માં દોઢ ઘણો વધારો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી શકે છે.

નવું વર્ષ દેશમાં ખેડૂતો માટે મોટી ભેટ લઈને આવશે. મોદી સરકાર કૃષિ ક્ષેત્ર ને મજબૂત કરવા માટે મોદી સરકાર ખેડૂતો માટે તિજોરી ખોલવાની તૈયારી કરી રહી છે. તે અંતર્ગત ખેડૂતો ને ખેડૂતો ને વાર્ષિક 6 હજાર રૂપિયા ની સહાય મળે છે તે વધારી ને 9 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પાક વિમાનો વ્યાપ પણ વધારવામાં આવી શકે છે.

Leave a Comment