બનાસકાંઠા નાં આ ખેડૂતે કરી અનોખી પદ્ધતિ થી ખેતી કરે છે લાખોની કમાણી કનવરજી વાઘણીયા

આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશની મુખ્ય પેદાશ ખેતી છે. ત્યારે આપણા દેશના મોટાભાગના લોકો ખેતી કરે છે ત્યારે ઘણા ખેડૂતો એવા પણ છે કે જેઓ અનોખી વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરે છે. તેવા જ એક બનાસકાંઠા નાં ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત ની ચર્ચા આખા ગુજરાત અને દેશમાં થઈ રહી છે.

ડીસાના ખેડૂત કનવરજી ઠાકોર અનોખી પદ્ધતિ થી ખેતી કરે છે. ડીસા કે. વી. કે. નાં કૃષિ વૈજ્ઞાનિકો માં માર્ગદર્શન હેઠળ શાકભાજી ની ખેતી કરીને એક જ સીઝનમાં ત્રણ થી વધુ શાકભાજી ઉગાડી હતી. તેમને વર્ષ 2017 માં બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર  નો અવોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમા સ્થાન મળ્યું. કનવરજી થી પ્રેરિત થઈને આસપાસના ગામોના 700 કરતા વધુ ખેડૂતો એ આધુનિક પધ્ધતિ થી ખેતી શરૂ કરી છે.

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. આ જિલ્લાના ખેડૂતો બટાકા અને મગફળી જેવી ખેતી કરીને સારી એવી આવક મેળવતા  થયા છે. ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત કનવરજી વાઘણીયા છેલ્લા ઘણા વર્ષોથી વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. આ આધુનિક ખેતી આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા નો સ્ત્રોત બની છે.

તેમણે પ્રાકૃતિક ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી ને ખેતી કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. આ ખેડૂત ની પ્રેરણા લઈને આજુબાજુના ઘણા ખેડૂતોએ આધુનિક પદ્ધતિ થી ખેતી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લા ને આમ તો સુકો વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠાસૂઝ અને અનોખી પદ્ધતિ થી ખેતી કરીને દેશ વિદેશમાં વખણાઈ રહ્યા છે.

ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત કનવરજી રમશિંહજી ઠાકોર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. પહેલા તેઓ સીઝન આધારિત ખેતી કરતા હતા પછી તેમણે સારી એવી આવક મેળવવા માટે નવી પદ્ધતિ થી ખેતી શરૂ કરી. તેમણે આઉટ સીઝનમાં વૈજ્ઞાનિક પધ્ધતિ થી શાકભાજી ની ખેતી કરીને લાખોની કમાણી કરી.

Leave a Comment