Sorry હેપી બર્થડે પપ્પા, કોટામાં 19 વર્ષના વિદ્યાર્થીએ પાંખમાં સ્પ્રિંગ હોવાથી મોઢા પર પોલીથીન બાંધીને કર્યો આપઘાત. Kota

રાજસ્થાનના કોટામાં આત્મહત્યા નો સીલસીલો હજુ યથાવત છે. ફરી વખત એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટામાં ભણતા વિદ્યાર્થીએ હૃદયદ્રાવક વાતો કરી ને જીવન ટુંકાવી નાખ્યું છે. આ સુસાઈડ નોટમાં તેના પિતાને જન્મદિવસ ની શુભકામના પાઠવી ને મોતને ભેટ્યો હતો.

વિદ્યાર્થી મનોજોતસિંહ ઉતર પ્રદેશ નાં રામપુરા જિલ્લાનો રહેવાશી હતો. તે ડોક્ટર બનવા માટે રાજસ્થાન નાં કોટામાં NEET ની તૈયારી કરી રહ્યો હતો. તો બીજી તરફ તેના પરિવારજનો હત્યાની આશંકા કરી રહ્યા છે. નોંધનીય તે છે કે જાન્યુઆરી થી આજ સુધી કુલ 19 વિદ્યાર્થીઓ એ અહી આત્મહત્યા કરી છે.

18 વર્ષનો મનજોત એપ્રિલ મહિનામાં અહી અભ્યાસ માટે આવ્યો હતો. સ્થાનિક પોલીસ ને તેના આત્મહત્યા ની માહિતી મળી તો તે હોસ્ટેલ પહોંચી તે સમયે રૂમ અંદર થી બંધ હતો. વિદ્યાર્થીના મોઢા પર પોલીથીન બાંધેલું હતું અને હાથ પાછળ બાંધેલા હતા.

અહી સવાલ એ ઊભો થાય છે કે રમવા અને ભણવા ની ઉંમર મા યુવકો આત્મહત્યા કેમ કરી રહ્યા છે. આવી ઘટના થી પરિવાર જ નહિ પરંતુ આખો સમાજ આઘાતમાં છે. આવી ઘટના બાદ સવાલ એ થાય છે કે બાળકે આવું કેમ કર્યું.

આ વર્ષે કોટામાં કુલ 19 કેસ આત્મહત્યા નાં નોંધાયા છે. યુપીના વિદ્યાર્થીના આત્મહત્યા નાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના પર પોલીસ તપાસ કરી રહી છે. હોસ્ટેલમાં લગાવેલા પંખા સ્પ્રિંગ વાળા છે. જેમાં પંખાની અંદર એક સ્પ્રિંગ હોય છે જેના પર વજન આવતા તે નીચે આવી જાય છે. મોટાભાગે હોસ્ટેલમાં આ પંખા ઉપયોગમાં લેવાય છે.

જ્યારે વિદ્યાર્થી મનોજોત પંખા સાથે આત્મહત્યા કરી શક્યો ન હતો ત્યારે માથા અને મોઢા પર પોલીથીન ઢાંક્યું હતું અને ત્યાર બાદ દોરડા વડે ગળામાં ટાઇટ બાંધી દીધું હતું જેથી તે શ્વાસ નાં લઈ શકે ત્યાર બાદ તે દોરડા વડે બંને હાથ પીઠ પાછળ બાંધી ને સૂઈ ગયો હતો. આ કારણે તે શ્વાસ લઈ શક્યો ન હતો.

વિદ્યાર્થીના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું ” મારા મિત્રોને હેરાન કરવામાં ન આવે હું મારી સ્વતંત્રતા માટે આ કરી રહ્યો છું સોરી, હેપી બર્થડે પપ્પા”

Leave a Comment