ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું, જુઓ ક્યાં અપાયુ એલર્ટ

હાલમાં આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના મોટા ભાગના જળાશયો ભરાઈ ગયા છે નદીઓ છલકાઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ ઘમરોળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા ભારે વરસાદ ને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક મા 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, નર્મદા, જિલ્લામાં 28 જુલાઈ થી લઈને 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, ખેડા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આજે વરસાદ નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર , જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકામાં, બોટાદ, અને કચ્છમાં 30 જુલાઈ સુધી હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

 

Leave a Comment