વાહન ચાલકો માટે આવ્યા ખુશ સમાચાર, હવે નહિ ભરાવો પડે આ દંડ – ગુજરાત સરકાર નો આદેશ

ગુજરાત માં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો માટે ગુજરાત સરકારે એક મહત્વ નો નિર્ણય લીધો છે. રાજ્યમાં મળેલી કેબિનેટ ની બેઠકમાં cm વિજય રૂપાણીએ અને ગુજરાત પોલીસ ને જણાવ્યું હતું કે અત્યારે કોરોના ની મહામારી માં ફક્ત માસ્ક નો જ દંડ વસૂલી શકસે.

તે ઉપરાંત પોલીસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી અન્ય કોઈ પણ પ્રકાર નો દંડ વસૂલી શક્શે નહિ. અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો માં Brts બસો બંધ છે અને લોકો ને પોતાના પ્રાઈવેટ વાહનો માં બહાર નીકળવું પડતું હોય છે.

લોકો દવાખાને જતા હોય અથવા કોઇ પણ અન્ય કામે જતા હોય ત્યારે તેમને પોલીસ રસ્તાઓ માં વાહનો નાં દસ્તાવેજો માંગી અને દસ્તાવેજો નાં હોય તો તેમના વાહન જપ્ત કરી લે છે અને પછી વાહનો Rto માંથી છોડાવવા માટે લોકો ની લાંબી લાઈનો થતી હોવાથી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.

જો પોલીસ વાહન જપ્ત કરી લે તો તેને છોડાવવા માટે 8 થી 10 દિવસ નો સમય વિતી જાય છે અને ટુ વ્હીલર વાહનો પાસેથી 3 થી 4 હજાર અને ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી 8 થી 10 હજાર આર્થિક દંડ વસુલથી હોવાનો સરકાર ને વારંવાર રજૂઆત મળતા અને દવાખાને જવાની મુશ્કેલી પડતી હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે

Leave a Comment