તમારા રેશનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા જેવી દેખાતી વસ્તુ શું છે, સરકારે જાહેર કર્યો વિડિયો.

આપણે જાણીએ છીએ છે કે સરકાર દ્વારા ઘણા સમયથી મફતમાં અનાજ અને ચોખા આપવામાં આવે છે. આ ચોખામાં તમે ક્યારેક નોટિસ કર્યું હસે કે જે ચોખા આપવામાં આવે છે તેમાં ઘણા ચોખા બધા ચોખા કરતાં કંઇક અલગ દેખતા હોય છે. તમને મનમાં વિચાર આવતો હસે કે આ ચોખા ડુંબ્લિકેટ છે કે પ્લાસ્ટિકના ચોખા છે. તેને લઈને સૌ કોઈને મૂંઝવણ થતી હતી. પરંતુ તેને લઈને તમારે હવે મૂંઝાવા ની જરૂર નથી આજે અમે તમને આ અલગ દેખાતા ચોખા નું રહસ્ય બતાવીશું.

આપણા દેશમાં કરોડો લોકો અને બાળકો કુપોષિત થી પીડાય છે. બાળકોને પૂરતો આહાર નાં મળવાથી તેમના શરીર માં પૂરતા વિટામિન , આર્યન , પ્રોટીન મળતા નથી તેને લઈને હજારો બાળકો નાં મૃત્યુ થતાં હોય છે. આ કુપોષણ ને પહોંચી વળવા માટે સરકારે એક નવો આઈડિયા અપનાવ્યો છે. ગરીબ લોકો રેશનમાં મળતા ચોખા તો ખાતા જ હોય છે કુપોષણ ને ડામવા માટે સરકારે ચોખામાં આર્યન, ફાયબર, પ્રોટીન, અને અન્ય પોષકતત્ત્વો મળી રહે તે માટે ફોર્ટિફાઇડ ચોખા એટલે કે બધા જ પોષકતત્ત્વો મળી રહે તેવા ફોર્ટિફાઇડ ચોખા તેમાં મિક્સ કરી નાખ્યા છે. જેથી આપણે ગભરાવા ની જરૂર નથી તે કોઈ પ્લાસ્ટિક નાં ચોખા નથી.

ફોર્ટિફાઇડ ચોખા શું હોય છે :

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI) નાં અનુસાર ચોખામાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ પોષકતત્ત્વો ઉમેરવામાં આવી રહ્યા છે. આ ચોખાને ફોર્ટિફાઇડ ચોખા કહેવામાં આવે છે. ફોર્ટિફાઇડ ચોખા માં વિટામિન બી, ફોલિક એસિડ, અને આર્યન જેવા સૂક્ષ્મ પોષકતત્વો ને ઉમેરવામાં આવે છે. FSSAI નાં જણાવ્યા મુજબ ફોર્ટિફાઇડ ચોખાને 100 દાણામાં 1 દાનો ઉમેરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by FSSAI (@fssai_safefood)

ફોર્ટિફાઇડ ચોખા પ્લાસ્ટિક જેવા દેખાય પરંતુ પ્લાસ્ટિક નથી : 

ફોર્ટિફાઇડ ચોખાને પોષકતત્ત્વો ઉમેર્યા બાદ રંગ અને આકાર થોડો અલગ દેખાય છે. તે ચોખા પ્લાસ્ટિક નાં હોય તેવા દેખાય છે. એટલું નહિ પરંતુ તેને રાંધ્યા બાદ પણ થોડા કડક દેખાય છે. જેનો તમે ગોળ દડો પણ બનાવી શકો છો.

આ ચોખાના ફાયદા: 

ફોર્ટિફાઇડ ચોખાને રોજિંદા જીવનમાં વાપરવા જોઈએ જેથી તમને યોગ્ય પોષકતત્ત્વો મળી રહે. આ ચોખામાં આર્યન,ફાઇબર,વિટામિન,ફોલિક એસિડ જેવાં શરીર ને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે. જે તમારા શરીર ને બીમારી અને રોગો સામે રક્ષણ આપે છે.

Leave a Comment