પાકિસ્તાન પહોંચી ને અંજુ એ શેર કર્યો વિડિઓ, કહ્યું હું જલ્દી…

અત્યારે સોસીયલ મીડિયામાં એક ઘટના ચર્ચામાં છે અને તે છે સીમા હૈદર અને સચિન ની ચર્ચા. પરંતુ પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર જેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પરંતુ અહીં પોતાન પ્રેમીને મળવા ભારતીય મહિલા પાકિસ્તાન પહોંચી ગઈ છે. હકીકત માં રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી અંજુ પોતાના પતિને છોડીને પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના રહેવાસી અંજુ અને નસરુલ્લા ફેસબુકના માધ્યમથી મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા હતા.

ભીવાડીની ટેરા એલિગન્સ સોસાયટીમાં તેના પતિ અરવિંદ સાથે ભાડાના મકાન માં રહેતી અંજુએ પાકિસ્તાન પહોંચીને એક વીડિયો શેર કર્યો છે સામે આવેલા વીડીમાં અંજુ કહી રહી છેકે તેના પરિવારને કોઈપણ રીતે હેરાન કરવામાં ન આવે. તે કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે અને બે-ત્રણ દિવસમાં પાછી આવશે. પ્રસિદ્ધ કવિ જીગર મુરાદાબાદીએ એક વાર લખ્યું હતું કે પ્રેમને સમજવો સહેલો નથી, તે આગની નદી છે અને તેને ડૂબવું જ પડે છે. આ બે ઘટનાઓ પર નજર કરીએ તો એમ કહેવું ખોટું નહીં હોય કે પાકિસ્તાનથી પોતાના પ્રેમીને મળવા આવેલી સીમા હૈદર અને પાકિસ્તાનમાં પોતાના પ્રેમીને મળવા ગયેલી ભારતીય યુવતીએ બંને દેશો વચ્ચેનો પ્રેમ મેળવવા આગનો દરિયો પાર કર્યો છે.

અંજુ અને નસરુલ્લા આ રીતે પરિચયમાં આવ્યા

અંજુના પતિ અરવિંદે મીડિયા થી જણાવતા કહ્યું કે તેની પત્ની જયપુર જઈ રહી છે તેમ કહીને અહીંથી ગઈ હતી, પરંતુ રવિવારે ફોન કરીને પાકિસ્તાન પહોંચો ગઈ છે તેની જાણ કરી હતી. ત્યારથી કોઈ સંપર્ક થયો નથી. અરવિંદ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનો છે, જ્યારે અંજુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરની છે. બંનેના લગ્ન વર્ષ 2007માં થયા હતા. અરવિંદ નો ધર્મ મૂળભૂત રીતે ખ્રિસ્તી છે. તેની સાથે લગ્ન કર્યા બાદ અંજુએ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. અરવિંદ અગાઉ UIT સેક્ટર 7, ભીવાડીમાં રહેતો હતો, પરંતુ હાલમાં ટેરા એલિગન્સ સોસાયટીમાં ભાડેથી રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ સરનામેથી અંજુને 2020માં પાસપોર્ટ બનવ્યો હતો.

આ બહાને ગઈ પાકિસ્તાન

અંજુ તરફથી વિઝામાં આપવામાં આવેલી માહિતી મુજબ તેણે પોતાને હોટલ મેનેજર બતાવી છે. તેણે કહ્યું છેકે તે પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાના પરિવારમાં આયોજિત લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે જવા માંગે છે. જયારે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ અંજુના પ્રેમી નસરુલ્લાએ કેટલાક પાકિસ્તાની મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે તેઓ બંને લગ્ન કરવા માંગે છે. આવનારા બે-ત્રણ દિવસમાં બંનેની સગાઈ થઈ જશે. ત્યારબાદ 10 દિવસ બાદ અંજુ પોતાના દેશ પરત ફરશે અને લગ્ન માટે ફરીથી પાકિસ્તાન આવશે.

Leave a Comment