રોજ સવારે ઉઠીને ખાઈ લ્યો બે કેળા, આ છે અદભુત ફાયદા..

અત્યારે ફળમાં કેળા ની સીઝન સારી ચાલી રહી છે કેળું એક પૌષ્ટિક ફળ છે જેમાં ઘણા પોષક તત્વો હોય છે તમને ખબરન હોય ન હોય તો જણાવી દઈએ કે કેળા ખાવાના અનેક ફાયદા છે કેળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ સોડિયમ, વિટામિન-સી, વિટામિન-ઇ જેવા તત્વો હોય છે, જે શરીરને ખૂબ ઊર્જા આપે છે. અને શરીર માટે ઉત્તમ છે રોજ સવારે 2 કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે અને ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે. તેમાં પોટેશિયમની પૂરતી માત્રા મળી આવે છે, જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદયની બીમારીઓને મટાડે છે. તો મિત્રો કેળા ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે એ આજે તમને અહીં અમારી પોસ્ટમાં બતાવીશુ

1. પાચન શક્તિ સારી રાખે છે

કેળાનું સેવન કરવાથી નબળા લોકોની પાચન શક્તિખુબ સારી સુધરે છે. તેના સેવન થી બાળકોનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. કેળા ભૂખ પણ વધારે છે. બાળકોને દૂધ સાથે કેળા ખવડાવવાથી તેઓ સ્વસ્થ રહે છે. કેળાને મધમાં ભેળવીને ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. સવારે કેળા ખાધા પછી દૂધ પીવાથી પિત્તના વિકાર મટે છે.

2 કેળામાં શસ્ત્રક્રિયા વિના આંતરડાના ઘણા રોગોને દૂર કરવાની શક્તિ છે. પેટના અલ્સર માટે કેળાને જરૂરી માનવામાં આવે છે. તે પેટના અલ્સરને મટાડે છે

3. કેળું છે પોષક તત્વોથી ભરપૂર

કેળું એક એવું ફળ છે, જે વિટામી હોય છે વિટામિન, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. 12 મહિના સુધી બજારમાં મળે છે કેળાને ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. કેળામાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને વિટામિન બી હોય છે.

4. ઉર્જાનો સ્ત્રોત

કેળાને ઉર્જાનો ખૂબ જ સારો સ્ત્રોત વાળો માનવામાં આવે છે. શરીરમાં કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે કસરત કર્યા પછી કે કામ કર્યા પછી થાકી ગયા હોવ તો તમે કેળા ખાઈ શકો છો. કેળા શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારીને તમને એનર્જી આપશે.

5. સ્નાયુના દુખાવામાં ખુબ રાહત

ઘણી વખત તમે વધારે કામ કરી દીધું હોય જેના કારણે તમારા પગમાં દુખાવો થવા લાગે છે. તેનામાંથી રાહત માટે તમારે કેળાનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

6. કેળું બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે

જણાવી દઈએ કેળામાં પોટેશિયમ અને સોડિયમ વધારે હોય છે. જેના કારણે કેળા ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

7. કબજિયાતમાં રાહત આપે છે

કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જે લોકોને કબજિયાતની ફરિયાદ હોય છે તેમને કેળા ખાવાથી છુટકારો મળે છે.

8. મગજને તેજ બનાવે છે

કેળાનું સેવન કરવાથી મગજને કેળામાંથી સેરોટોનિન નામનો પદાર્થ મળે છે. આ તત્વની ઉણપથી માનસિક પરેશાની થાય છે. કેળા ખાવાથી મગજને સેરોટોનિનની સંપૂર્ણ માત્રા મળે છે. કેળામાં વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે. જે મગજને ઉત્તેજિત કરે છે. .

મિત્રો તમને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી છે આવી અનેક પોસ્ટ વાંચવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું જેની લિંક ઉપર આપેલી છે.

Leave a Comment