મુંબઈની ફિલ્મ સિટીમાં સાપે આપ્યા 150 ઈંડા, વિડિઓ જોઈ લોકો બોલ્યા અસલી નાગિન બદલો લેવા આવી છે…

મુંબઈ ની ફિલ્મ સીટી માંથી અત્યારે એક મોટા ન્યુઝ સામે આવી રહ્યા છે જેનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છેકે તે સાપે સેંકડો ઈંડા મુક્યા છે.આજુબાજુના વિસ્તારમાં આ જોઈ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી ગયા છે. સામે આવ આવેલ વાયરલ વીડિયોની વાત કરીએ તો, આ વીડિયોમાં એક વ્યક્તિ સાપને પકડેલો જોવા મળે છે.

જ્યારે વર્દીમાં કેટલાક જવાન નજીકમાં ઉભા છે. વીડિયો સામે આવતાની સાથે જ તે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મસિટી માંથી સાપ પકડાયો છે અને તેની સાથે લગભગ 150 ઈંડા મળી આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ સાપ અને તેના ઈંડા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને બંનેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને છોડી દેવામાં આવશે.

સોસીયલ મીડિયામાં આ વિડીયો શેર કરતા વિરલ ભાયાણીએ લખ્યું ક કે આ સાપને પકડીને સુરક્ષિત જંગલમાં છોડી દેવામાં આવ્યો છે જેના પર અલગ અલગ કોમેંટ જોવા મળી રહી છે જેમાં એકે લખ્યું સ્ટાર કિડ્સ આવી રહ્યા છે જ્યારે અન્ય એક યુઝરે લખ્યું જે બેઠો છે અને ઈંડાની સંખ્યા ગણી રહ્યો છે તેને ચીયર્સ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અન્ય એક યુવાને કોમેંટ કરતા લખ્યું માતા અને ઈંડા એકઠા કરો અને તેમને ક્યાંક સુરક્ષિત રાખો અથવા તેમને જંગલમાં છોડી દો.વધુ એક યુઝરે રમુજી કોમેંટ કરતા ​​લખ્યું નાગિન સિરિયલમાં આટલા અપમાનનો સાચો બદલો લેવા આવી છે. લોકોએ આ રીતે અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. જણાવી દઈએ ફિલ્મ સિટીનો વિસ્તાર ખુબ મોટો છે અને આવા જીવો અવારનવાર જોવા મળે છે.

Leave a Comment