આવી જમીન કે પ્લોટ સસ્તામાં મળે તો પણ નાં લેવી જોઈએ, કોર્ટ અને કચેરીના ધક્કા પૂરા કરી નાખશે.

આપણે સૌ જાણીએ છીએ છે કે શહેર નાં ઘોંઘાટમાં રહેવું કોઈને ગમતું નથી. આજકાલ આપણે સૌ ગામડામાં શાંત વાતાવરણ વાળું જીવન જીવવા માંગતા હોઈએ છીએ. આપણે ખેતરમાં ઘર બનાવી અને ખુલ્લામાં રહેવા માટે વધારે પસંદ કરીએ છીએ. કારણ કે ગામડા જેવું શાંત વાતાવરણ કોઈ જગ્યાએ હોતું નથી.

પરંતુ શું તમે જાણો છો કે તમારી પાસે ભલે ને 100 વીઘા જમીન હોય ખેતીની જમીન પર તમે મકાન નું બાંધકામ નાં કરી શકો. આ માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. જો તમારે ખેતરમાં ઘર બનાવવું હોય તો સરકાર નાં કેટલાક નિયમો નું પાલન કરવું જોઈએ. જે મુજબ તમારે ખેતરની જમીન ને આવાસીય જમીનમાં રૂપાંતર કરવવવું જોઈએ. આ માટે દરેક રાજયના પોતાના નિયમો છે.

જો તમે ખેતરમાં મકાન બનાવવા જઈ રહ્યાં હોય તો તમારે આ અમુક બાબતોની જાણકારી હોવી જોઈએ. જાણકારી માટે જણાવી દઈએ કે ખેતર સંપુર્ણ પણે તમારી માલિકી નું હોવા છતાં તમે સરકાર ની મંજુરી વિના તેનો બાંધકામ માં ઉપયોગ કરી શકાશે  નહી.

જમીન ખરીદતા પહેલા આ બાબતો નું ધ્યાન રાખો કે ખેતીની જમીન અનુસાર આ જમીન પર મકાન, કારખાના, ઉદ્યોગ નિર્માણ ની મંજૂરી નથી હોતી. આ માટે સૌ પ્રથમ તમારે આવી જમીન ને નોન અગ્રિકલચર માં રૂપાંતરિત કરાવવી પડશે. જો તમે ખેતરમાં મકાન બનાવવા ઇચ્છતા હોય તો જાણી લેવું જોઈએ કે આ જમીન NA કરાયેલી છે કે નહિ.

Leave a Comment