રાજકોટમાં જિંદગીથી હારી ને યુવક આજી ડેમમાં કૂદી પડ્યો.

આપણે જોઈએ છીએ અને સાંભળીયે છીએ છે કે ગુજરાતમાં અવાર નવાર આપઘાતના બનાવો વધતા જાય છે. કોઈ પોતાની વ્યક્તિગત સમસ્યા ને લઈને આપઘાત કરે છે તો કોઈ પોતાના પરિવાર થી કંટાળી ને આપઘાત કરતા હોય છે. આવા અવાર નવાર બનાવો બનતા આપણે જોઈએ છીએ.

હાલમાં એક રાજકોટ માં કિસ્સો બન્યો તેનાથી યુવાધન ને બચવાં ની જરૂર છે. યુવાનો ને જાગૃત થવાની જરૂર છે. હાલના સમય મા ઓનલાઇન ગેમ ખેલવામાં કે ઓનલાઇન જુગાર રમવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને હાલના યુવાનો આ ખોટા રસ્તે ચડી ગયા છે તેનાથી આપણે ચેતી જવું જરૂરી છે. રાજકોટ નો જે કિસ્સો સામે આવ્યો છે તે આપણા સૌ માટે ચેતવણી રૂપ છે.

21 વર્ષનો સુભમ બગથારિયા નામનો યુવક તીન પત્તી માં એક લાખ રૂપિયા હારી જતા રાજકોટના આજી ડેમમાં કૂદી ને આપઘાત કરી દીધી છે. શુભમ CA નો અભ્યાસ કરતો હતો. તેને જિંદગી ટુંકાવી નાખતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

શુભમ બગથરિયા એ આપઘાત કરતા પહેલા રડતા. રડતા વિડિયો બનાવ્યો હતો અને આ વીડિયો તેના પિતાને મોકલ્યો હતો. તેના પિતાનું નેટ બંધ હોવાને કારણે દિવસે વિડિયો તેમને જોયો નહિ પરંતુ સાંજે 7 વાગ્યા જેવો વિડિયો જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

વીડિયોમાં આ યુવક રડતા રડતા કહી રહ્યો છે કે હું આપઘાત કરું છું તેમાં કોઈનો વાંક નથી હું તીન પત્તી માં પૈસા હારી જતા આપઘાત કરું છે. મમ્મી પપ્પા મને માફ કરી દેજો, મારા સેઠ સારા હતા. તેમના 65 હજાર રૂપિયા , હર્ષના 30 હજાર અને અશ્વિનભાઇ નાં 20 હજાર  ઓનલાઇન તીનપતી હું હારી ગયો એટલે નથી દેતો બીજા પણ કારણ છે.

 

Leave a Comment