પરીક્ષા પેપર આપવા આવેલ મહિલા પરીક્ષાર્થી નો સમય નાં બગડે એટલે મહિલા પોલીસે તેના બાળક ને સાચવ્યું.

આપણે ખાખીને એક બાજુથી જોતા હોઈએ છીએ ત્યારે અમદાવાદ નાં ઓઢવ વિસ્તારમાં મહિલા પોલીસે જે કામ કર્યું છે તે જોઈને આખા ગુજરાતમાં વાહવાહી થઈ રહી છે. મહિલા પોલીસ નું આ સુંદર કામ જોઈને પોલીસે એ પ્રસંશા પત્ર થી સન્માનિત કર્યા છે.

અમદાવાદ ઓઢવ ખાતે પરીક્ષા આપવા આવેલ મહિલા પરીક્ષાર્થી ને નાનું બાળક રોતું હોવાથી તેનો સમય નાં બગડે તે માટે મહિલા પોલીસે કર્મચારી પરીક્ષા દરમિયાન તેના બાળક ની સારસંભાળ રાખી. આ કર્તવ્યનિષ્ઠ અને માનવીય અભિગમ ધરાવતી મહિલા પોલીસ કર્મચારી દયાબેન ને આજે ગુજરાત પોલીસ દ્વારા પ્રશંસા પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા ને જાળવવા ઉપરાંત માનવીય અભિગમ સાથે પ્રજાનો પરિવારજનિક હોવાનું સાર્થક સૂત્ર સાબિત કર્યું છે. ઓઢવ સ્તિથ શેઠ આર. ટી. ન્યુ હાઈસ્કૂલ સરકારી વિભાગ ની પરીક્ષા આપવા આવેલ એક મહિલા પોતાના નાના બાળક ને સાથે લઈને આવી હતી. માતા પરીક્ષા આપવા વર્ગખંડ મા ગઇ ત્યારે બાળક રડવાનું શરૂ કરી દીધું હતું.

આ સમયે પરીક્ષા આપવા જવું કે બાળકને છાનું રાખવું એવા સમયે આ મહિલા ની મદદ કરવા ઓઢવ પોલીસ સ્ટેશન ની મહિલાકર્મી દયાબેન આવ્યા હતા. રડી રહેલા બાળકને માતા પાસેથી લઈને માતાને પરીક્ષા આપવા મોકલી આપ્યા હતા. આ મહિલા પોલીસ નું જેવું નામ છે તેવું કામ કરીને બતાવ્યું હતુ. આ માનવીય કામગીરી ને અમદાવાદ પોલીસે બિરદાવી છે.

Leave a Comment