રાજકોટમાં શિવજી નો નંદી ચમચીથી પાણી અને દૂધ પીવે છે,વિડિયો થયો વાયરલ

આગામી થોડા દિવસો પછી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેમજ હિન્દુઓના આ પાવન શ્રાવણ માસ આવતો હોવાથી મંદિરોમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભગવાન શિવના મંદિરો હર હર મહાદેવ નાં નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલાં ભગવાન શિવનું વાહન નંદી મંદિરમાં ચમચી થી દૂધ અને પાણી પીતા હોય તેવો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ બાબત ભક્તોના ધ્યાને આવતા ભાવી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરમાં જઈને નંદીને જળપાન કરાવી રહ્યા છે. મંદિરમાં જળપાન કરાવવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. તેને લઈને સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થતાં લોકો આનંદ મા આવી ગયા હતા.

હાલમાં ભારતમાં પવિત્ર શ્રાવણ મહિનાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતના મંદિરો હર હર મહાદેવ નાં નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી જાય છે. આગામી શ્રાવણ માસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ભકતોમાં આનંદ વર્તાય રહ્યો છે.

વિડિયો જોવા માટે – અહી ક્લિક કરો

શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં રાજકોટમાં એક આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના યાગરાજ નગરમાં યોગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીનું વાહન નંદિની સ્થાપના કરવામાં આવતી હોય છે. પરંતુ યોગેશ્વર મહાદેવ નાં મંદિરમાં નંદી ચમચીથી પાણી અને દૂધ પીતો હોવાની વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભક્તો દૂધ અને પાણી લઈને નંદી ને પીવડાવવા પહોંચી ગયા હતા.

Leave a Comment