પિયરમાંથી આપેલી ભેંસના દૂધથી વેપાર શરૂ કર્યો, આજે પોતાની ડેરી અને લાખોની કમાણી છે.

આજના સમયમાં સૌથી વધુ વિકાસ પામતો ધંધો એટલે દૂધનો વેપાર ઘરમાં દરેક લોકોને દૂધની જરૂર તો હોય જ છે.  આજથી અંદાજે 35 વર્ષ પહેલાં લગ્ન સમયે દહેજમાં એક ભેંસ મળી હતી. તે ભેંસની ચાકરી માં છોકરાઓ ને કાખમાં રાખી શિયાળો ઉનાળો અને ચોમાસુ દૂધ વહેંચવા નો વ્યવસાય શરૂ કર્યો. આજે તેમને પોતાની ડેરી ખોલી લીધી છે અને રાષ્ટ્રપતિ નાં હાથે એવોર્ડ પણ મેળવી લીધો છે.

આપણે આજકાલ ઘણા બધા મોટીવેશન ની વાતો કરતા લોકોને સાંભળ્યા હસે તે એવું કહેતા હોય છે કે જેટલો તમારો સંઘર્ષ વધુ હસે તેટલી સફળતા મોટી હસે. આવી જ એક સંઘર્ષ ની કહાની બિટાની દેવીની છે. જેમને અનેક પ્રયત્નો અને પોતાના પરસેવા સામે લડી ને સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

બીટાની દેવી ઉતર પ્રદેશ રાજ્ય નાં નીગોહમાં મિરક નગરમાં રહે છે. તેમની સંઘર્ષ ની કહાની તેમના શબ્દોમાં કહીએ તો તે આ રીતની છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા રામનારાયણે આજથી 35 વર્ષ પહેલાં એક ભેંસ ને દહેજમાં આપી હતી. બસ આ ભેંસ દ્વારા તેમણે પોતાના દૂધ ઉત્પાદન તરીકે ની સફર શરૂ કરી.

પછી ધીરે ધીરે તેમને ત્રણ ભેંસો લીધી જોકે ભેંસ નાં દૂધથી તેમને ફાયદો ઓછો થતો હતો. તેથી તેમણે ગાય પાળવાનું શરૂ કર્યું. હાલમાં તેમની પાસે 11 ગાય અને 8 ભેંસ છે. તેઓ 14 વાર ગોકુળ પુરસ્કાર થી સન્માનિત થઈ ચૂક્યા છે અને રાષ્ટ્રપતિ સન્માન પણ મેળવી ચૂક્યા છે.

તેઓ 100 લીટર પ્રતિદિવસ દૂધ પરાગમાં મોકલવામાં આવે છે અને પરાગ દ્વારા લોકોના ઘરો સુધી પહોંચે છે. પરાગ ડેરીમાં સૌથી વધુ દૂધ આપનાર તેઓ પોતે જ છે. એટલું જ નહિ આખા ઉતર પ્રદેશ મા પુરુષો બાદ સૌથી વધુ દૂધ જમાં કરાવનાર મહિલા પણ તેઓ જ છે.

Leave a Comment