અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર 160 કિમીની ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા.

આપણે જોતા હોઈયે છીએ છે કે ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ ગઈ કાલ રાત્રે અમદાવાદ માં અકસ્માત નો એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે પણ વિચલિત થઈ જશો. ગઈ કાલ રાત્રે ગાંધીનગર સરખેજ રોડ પર ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. જેમાં જેગુઆર કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોને કચડી નાખ્યા હતા.

પુર ઝડપે આવતી જેગુઆર કારની ઝડપ લગભગ 150 થી 160 ની વચ્ચે હતી. મૃતકોમાં બોટાદના યુવાનો પણ સામેલ હતા. આ અકસ્માત મા 10 થી પણ વધારે લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગત રાત્રે ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર નો અકસ્માત થયો છે. જેમાં ટ્રકે થાર SUV ને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. આ સ્થળ પર એક પૂરઝડપે આવતી જેગુઆર કારે બ્રિજ પર અનેક લોકોને કચડી નાખ્યા હતા.

આ ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા નાં સમાચાર છે અને પોલીસે જણાવ્યું હતું કે ઘાયલો માં કાર ચાલક નો પણ સમાવેશ થાય છે. અકસ્માત ની ઘટના બાદ પોલીસે આ બ્રિજ ને હંગામી ધોરણે બંધ કરી દીધો હતો. જે 9 લોકોના મોત નીપજ્યા છે તેમાં એક પોલિસે કોન્સ્ટેબલ અને એક હોમગર્ડ પણ સામેલ  છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને લોકો 20 થી 30 ફૂટ જેટલા દૂર ફંગોળાઈ ને પડ્યા હતા.

કુખ્યાત આરોપીના દીકરાએ સર્જ્યો અકસ્માત :

કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલના દીકરા તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હોવાનું મીડિયામાં જાણવા મળ્યું છે. અકસ્માત જે ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતો વ્યક્તિના દીકરા અને તેની સાથે બીજા યુવક અને યુવતી હતાં. તેમને પણ ઇજા પહોંચી છે. આ બનાવ બાદ કાર ચાલક ને લોકોએ બરાબર નો સબખ સિખવાનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માત સર્જ્યો ત્યારે પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેના દીકરા તથ્ય ને રાત્રે જ ઘરે લઈ ગયો હતો. પ્રજ્ઞેશ પટેલ ઘણા ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. નવેમ્બર 2020 માં પણ તેની સામે દુષ્કર્મ ની ફરિયાદ નોધાઇ હતી.

રાજકોટની યુવતીને કોર્પોરેટર ની નોકરી આપવા નો વાયદો કરી ને અમદાવાદ શહેરના પાંચ યુવકોએ આ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું ની ફરિયાદ અમદાવાદ પોલીસ સ્ટેશન માં નોધાઇ હતી. જે બાદ યુવતીની આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ જઈને કોલ્ડ્રિંક માં દારૂ ભેળવીને યુવતીને બેભાન કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીનો વિડિયો બનાવી ને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Comment