નદીના ધમધમતા પ્રવાહમાં એમ્બ્યુલન્સ સડસડાટ કાઢી નાખી.

હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત નાં અમુક વિસ્તારમાં 15ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાયો છે તેવામાં એક વિડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નદીના ધમધમતા પ્રવાહમાં 108 ડ્રાઈવરે પોતાના જીવની પરવા કર્યા વગર મહિલા ને હોસ્પિટલ પહોંચાડી હતી. આ વિડિયો વાયરલ થયા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઇવર ને લોકો સલામ આપી રહ્યા છે.

ધોધમાર વરસાદ બાદ પોરબંદર માં નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું ત્યારે પોરબંદર ની એક સગર્ભા સ્ત્રી ને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ વાહન નાં મળતા પરિવારે 108 નો સંપર્ક કર્યો હતો. ત્યારે 108 ડ્રાઈવરે નદીના ધમધમતા પ્રવાહમાં પણ પોતના જીવની ચિંતા કર્યા વગર નંદીના પ્રવાહમાં થઈને મહિલા ને હોસ્પિટલ પહોંચાડી હતી.

આ વિડિયો સોશિયલ માં અનેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયો વાયરલ થતાં લોકો 108 નાં ડ્રાઇવર ને સલામ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જવાબદારી જીવથી પણ વ્હાલી હોય છે. બીજાનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કર્યા વગર સડસડાત એમ્બ્યુલન્સ ને કાઢી નાખી.

આ વિડિયો ઘેડ પંથકના લુશાલા ગામનો હોવાનો પ્રાથમિક માહિતી મળી રહી છે. આ મહિલા ને પ્રસુતિ પીડા વખતે તત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા ની હોવાથી એમ્બ્યુલન્સ ડ્રાઇવર પોતાના જીવને પડીકે બાંધીને પાણીના પ્રવાહમાં થઈને મહિલા ને હોસ્પિટલ પહોંચાડી દીધી હતી.

Leave a Comment