તમને સ્વદેશી અપનાવવા નું જ્ઞાન આપનાર બાબા રામદેવે 1.41 કરોડ ની વિદેશી ગાડી ખરીદી.

પતંજલિ કંપની ના બ્રાન્ડ એમ્બેસેડર અનેક વાર તેમના નિવેદન અને વિડિયો ને લીધે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી વખત સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રામદેવ SUV લકઝરી કાર ચલાવતા જોવા મળી રહ્યા છે.  દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વિડિયો ઉત્તરાખંડ નો છે.

બાબા રામદેવ એક બિઝનેસ મેન પણ છે તેમને અલગ અલગ ગાડીઓનો સોંખ પણ છે તેમના કાફલામાં અલગ અલગ ગાડીઓ સામેલ પણ હોય છે. થોડા દિવસો પહેલા રામદેવે મહિન્દ્રા XUV 700 પણ ખરીદી હતી. આ ગાડીમાં વધુ એક ગાડી નો સમાવેશ થયો છે. માહિતી મુજબ આ ગાડીને સ્લોવેકિયા નાં નિત્રા પ્લાન્ટ માં બનાવવા મા આવી છે. ઘણા નિવેદનો માં બાબા રામદેવ એવું જ્ઞાન આપતા હોય છે કે સ્વદેશી વસ્તુઓ વાપરો દેશમાં બનેલી વસ્તુઓ વાપરો પરંતુ તેઓ વિદેશમાં બનેલી કાર નો ઉપયોગ કરી રહ્યા છે.

હાલમાં બાબા રામદેવે લેન્ડ રોવર ડિફેન્ડર 130 કાર ખરીદી છે. બાબા રામદેવ આ કારનો રાઉન્ડ લઈ રહ્યા હોય તેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે બાબા રામદેવે જે ગાડી ખરીદી છે તેની કિંમત 1.41 કરોડ રૂપિયા છે.

સોશિયલ મીડિયામાં બાબા રામદેવ નો વિડિયો વાયરલ થયા બાદ લોકો અનેક રિએકશન આપી રહ્યા છે. કોઈ યુઝર્સ લખી રહ્યા છે કે બાબા હંમેશા લોકોને દેશી દેશી નું જ્ઞાન અપાતા હોય છે પરંતુ તેઓ મોંઘી વિદેશી કર લઈને આવ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાબા રામદેવ આ મોંઘી કાર ચલાવી રહ્યા છે પરંતુ તે સ્પષ્ટ નથી કે આ કાર બાબા રામદેવે ખરીદી છે કે નહિ.

આ ગાડી આઠ સિટર SUV છે. ભારતીય બજારમાં આ અત્યારે સૌથી મોંઘી 3 રો કાર છે. ડિફેન્ડર 90, ડિફેન્ડર 110, અને ડિફેન્ડર 130 આ ત્રણ વર્ઝન માં કાર આવે છે. તેમાં સૌથી મોંઘુ મોડેલ ડિફેન્ડર 130 છે.

Leave a Comment