જામનગરમાં રિલ્સ બનાવવા નાં ચક્કરમાં ગરબા રસિકોએ નિયમો નેવે મૂકયા.

ઇસ્કોન અકસ્માત બાદ સજાગ થયેલી પોલીસે જામનગર મા રોડ સેફ્ટી નાં નિયમોના ધજાગરા ઉડાવીને રસ્તા વચ્ચે જ ગરબે રમતા ગ્રુપ પર પોલીસે કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા બાદ તમામ લોકોને પોલીસે ધડપકડ કરી છે.

આખા ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામેલો છે. સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ છીએ છે કે આફતના ઘણા બધા વિડિયો આવતા હોય છે. જેમાં કુદરતી આફતમાં તબાહી નાં દર્ષ્યો સામે આવતા હોય છે. ત્યારે આપણે ઘણા એવા લોકોને પણ જોતા હોઈયે છીએ છે કે જે પોતાની મોજમાં રહેતા હોય છે. આવો જ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જામનગર નું એક ગરબા ક્લાસિસ ગ્રુપ જે રસ્તાની વચ્ચે જ ગરબા રમતું જોવા મળ્યું હતું. ત્યારે જેનો વિડિયો વાયરલ થતાં પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. ગરબા રમતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ બાબતે માહિતી એવી મળી રહી છે કે જામનગર નાં બેરી બંદર પર કે જ્યાં વાહનો ની અવરજવર પણ વધારે રહેતી હોય છે. એવા રોડ પર ઘણા યુવકો અને યુવતીઓ ગરબે રમવા જોવા મળી રહ્યા હોય છે.

ગરબે રમતા હોય તેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ યુવક અને યુવતીઓ ને રિલ વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ ઉઠી હતી. આ અંગે પોલીસ પણ એકશનમાં આવી ને આકાર પગલાં લીધા છે. આપને જણાવી દઇએ કે ઇસ્કોન અકસ્માત થયા બાદ પોલીસ એક્શન માં આવી ને રોડ સેફ્ટી અંગે કડકાઈ થી પાલન થાય તે માટે સજાગતા દાખવી રહી છે.

Leave a Comment