આ 5 ખોરાક ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બનશે તેમજ હૃદય અને ધમનીઓ પણ રહેશે તંદુરસ્ત.

આજના આધુનિક સમયમાં આપણે ફસ્ટફૂડ અને તળેલી વસ્તુઓ ખાવામાં આપણે માહિર હોઈયે છીએ ફાસ્ટફૂડ અને દુકાનો નો નાસ્તો આપણા શરીર ને કેટલું નુકશાન કરે છે તે આપણે ક્યારેય વિચારતા નથી. આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક ખાવો પણ જરૂરી છે. આપણું લોહી સારી રીતે શરીર માં ફરતું હસે તો આપણે તંદુરસ્ત રહી શકીશું.

ખરાબ લોહી શરીર માં પરિભ્રમણ કરતી વખતે આપણા શરીરમાં ઘણું નુકશાન કરી શકે છે. જો હૃદય કે મગજમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નાં ફરે તો બ્રેઈન હેમરેજનું જોખમ વધી શકે છે. આ સ્નાયુ નો દુખાવો ખેંચ અને તાનં જેવી સમસ્યાઓ આવી શકે છે. ખરાબ રક્ત પરિભ્રમણ નાં ઘણા કારણો હોય શકે છે જેમકે સ્થૂળતા અને કસરતનો અભાવ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે.

આ 5 ખોરાક લોહીનું પરિભ્રમણ વધારે છે : 

1 – દાડમ : દાડમ એક રસદાર મધુર ફળ છે. આ ફળના સેવનથી શરીરમાં અનેમિયા થતું નથી. જે ખાસ કરીને પોલીફેનોલ એન્ટી ઓક્સિડન્ટો અને નાઇટ્રસ માં વધારે છે. જે એક શક્તિશાળી વસોડીલેટર છે. દાડમનો રસ ફળ ખાવાથી લોહીમાં અને સ્નાયુમાં ઓક્સિઝેશન માં વધારો કરે છે.

2 – બીટ : બીટ એ ખુબજ ફાયદાકારક ફળ છે જે શરીરમાં લોહીની ઉણપ ને દુર કરે છે ઉપરાંત બીટમાં નાઇટ્રસ ની વધુ માત્રા હોય છે. જે શરીર દ્વારા નાઇટ્રીસ ઓક્સાઈડમાં બદલી નાખે છે. નાઇટ્રસ ઓક્સાઈડ રક્ત વાહિનીઓ વિસ્તરણ કરવામાં મદદ કરે છે. જેનાથી લોહીમાં પ્રવાહમાં સુધારો થાય છે.

3 – લીલા પાંદડાવાળા શાકભાજી: શરીરમાં લોહીના પ્રવાહને વધારવા માટે પાલક અને તાંદળજો જેવા શાકભાજીનું સેવન કરવું વધારે સારું છે. એમાં નાઇટ્રેટ મોટી માત્રામાં જોવા મળે છે. આ સંયોજન રક્ત વાહિનીઓ ફેલાવવા માં મદદ કરે છે. દરોર લીલા શાકભાજી આહાર માં લેવાથી લોહી પણ સુધ્ધ બને છે.

4 – લસણ : લસણમાં એલિસિન સહિત સલ્ફર સંયોજનો હોય છે. તે રક્ત વહિનીઓમાં વિસ્તરણ ને વધારી ને રક્ત પરિભ્રમણ વધારે છે. લસણ ફ્લેવોનીઓડ એન્ટી ઓક્સિડન્ટ નો ઉતમ સ્ત્રોત છે. જે રક્ત ને પરિભ્રમણ કરતી વખતે ધમની અને નસોને વિસ્તૃત કરવામાં મદદ કરે છે.

5 – તજ : આ મસાલો એન્ટી ઓક્સિડન્ટો નો ઉતમ સ્ત્રોત છે. જે ઓક્સિડેટીવ તણાવ ને દુર કરવામાં મદદ કરે છે. ઉપરાંત રક્ત વાહિનીઓ ને નુકશાન સામે રક્ષણ પણ આપે છે. તજને ભોજનમાં ઉમેરી ને રક્તવાહિનીઓ ને સ્વસ્થ રાખી શકાય છે.

Leave a Comment