ટામેટા નાં ભાવ રોકેટ ગતિએ ઉછળ્યા અને આ ખેડૂત બની ગયો કરોડપતિ.

આપણે રોડપતિ માંથી કરોડપતિ ક્યારે બની જઈએ તે કઈ નક્કી હોતું નથી. હાલમાં વધતા જતા શાકભાજીનાં ભાવે ભલે ગૃહિણીઓ નું બજેટ ખોરવાઈ નાખ્યું હોય પરંતુ પુણે નાં એક ખેડૂત ને કરોડપતિ બનાવી નાખ્યો છે. જે ખેડૂતે પરસેવાથી ઉગાડેલા ટામેટાની ખેતી કરીને કરોડપતિ બન્યો છે. જોકે આ ખેડૂતને માલને પહેલા કરતા સારા ભાવ મળી રહ્યો છે.

પચઘર પુણે અને નગર જિલ્લાની સીમા પર નાનકડું ગામ છે. જુંનાર ને ગ્રીન બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યના મોટાભાગના ડેમ આ તાલુકામાં આવેલાં છે. તેના લીધે ગામમાં નકશો બદલાઈ ગયો છે. આખું વર્ષ કાળી માટી અને પાણીના કારણે અહી ડુંગળી અને ટામેટા ની ખેતી થાય છે. ગામમાં જ્યાં જોઈએ ત્યાં ટામેટા ઉગતા દેખાઈ છે. જેમાં ઘણા ખેડૂતોના નશીબ બદલાયા છે.

ટામેટાના ભાવ વધવાના કારણે ગૃહિણીઓ પરેશાન છે પરંતુ આ ટામેટા નાં કારણે કેટલાક લોકો કરોડપતિ બની ગયા છે. ટામેટાંમાં થયેલા ભાવ વધારાના કારણે મહારાષ્ટ્રના એક ખેડૂત અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. જેમણે 12 એકર જમીનમાં ટામેટા ઉગાડયા છે અને તે બમ્પર કમાણી પણ કરી રહ્યા છે.

આ ખેડૂત પુણેમાં પચઘરમાં રહેતા ખેડૂત તુકારામ ભાગોજી ગાયકર અને ઈશ્વર તુકારામ ગાયકરની 18 એકર જમીન છે. જેમાં 12 એકર ખેતરમાં ટામેટાની ખેતી કરે છે. તેમના ખેતરમાં 100 થી વધુ લોકો કામ કરે છે. ટામેટાની ખેતરમાં તુકારામ ની પુત્રવધૂ સોનાલી ગાયકર પણ ટામેટાની ખેડાણ અને લણણી અને પેકિંગ જેવા કામોનું સંચાલન કરે છે.

છેલ્લા 3 મહિનાથી ટામેટાના સારા ભાવ મળી રહ્યા છે. તુકારામ ગાયકવાડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ટામેટાની ખેતી કરતા કરતા અમને 7 વર્ષ થઈ ગયાં છે પરંતુ આ વખતે અમને સારા ભાવ મળ્યા છે. પહેલા આમારે કાચું મકાન હતું હવે પાક્કું મકાન બનાવી શક્યા છીએ.

ખેડૂતે જણાવ્યું હતું કે તેમણે 12 એકર જમીનમાં ટામેટાની ખેતી કરી હતી આ વખતે ટામેટા નો ભાવ કિલોએ 115 રૂપિયા મળી રહ્યો છે. પહેલા ટમેટાના એક ક્રેટ નાં 600 રૂપિયા મળતા હતા પરંતુ હવે એક ક્રેટે 2300 રૂપિયા મળી રહ્યા છે.

Leave a Comment