લાઈટ વગર કપડાં ને પ્રેસ કરવાની ગજબ ની ટ્રિક.

આપણે કપડાં ને સામાન્ય રીતે પ્રેસ કરતા હોઈએ છીએ. કપડા ને પ્રેસ કરવા માટે ધોબી ને ત્યાં આપવા જતા હોઈએ છીએ અથવા તો આપણે ઘરમાં લાઈટ થી પ્રેસ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પ્રેસ કરતા હોય અને લાઈટ જતી રહે તો શું karvai અથવા તો આપણા ઘરમાં elecric પ્રેસ નાં હોય તો શું કરવું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને એક સરળ રીત બતાવીશું જેના વડે તમે સરળતા થી કપડાં ને પ્રેસ કરી શકો છો.

• વિનેગર નાં ઉપયોગ થી : આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક સ્પ્રે બોટલમાં અડધી બોટલ વિનેગર નાખીને મિક્સ કરીલો. ત્યાર બાદ કપડાં નાં હેંગર ને પૂરી રીતે ખોલી દો. પછી સ્પ્રે ની મદદથી કપડાં પર છાંટી દો અને કપડાં ને સુકાવા દો. આ કપડાં સુકાઈ જાય ત્યારે તમારા કપડાં માંથી કરચલીઓ નીકળી જશે અને એકદમ પરફેક્ટ લાગશે.

• ટોવેલ નાં ઉપયોગ થી : કપડાં ને કોઈ ટેબલ પર ખોલીને મૂકી દો. ત્યારબાદ ટોવેલ ને ભીનો કરીને નીચોવી નાખો. હવે જ્યાં કપડાં પર કરચલીઓ દેખાય છે તેના પર ટોવેલ ની મદદથી પ્રેસ કરીલો. આ ઉપાય એકદમ સરળ છે.

• કીટલી નાં ઉપયોગથી : આ ઉપાય જાણીને તમને નવાઈ લાગશે પરંતુ કીટલી પણ તમારા કપડાં ને એકદમ પ્રેસ કરી દેશે. આ માટે તમારે કિટલીમાં ગરમ પાણી ભરવાનુ છે. પછી આ ગરમ કીટલી ને નીચનાં ભાગથી કપડાં પર ઈસ્ત્રી ની જેમ ફેરવો.  આ રીતે તમારા કપડાં એકદમ નવા જેવા લાગશે.

 

Leave a Comment