માતા પિતા ને છેલ્લા રામરામ, પૈસા મારી પત્ની ને ક્યારેય નાં આપતા સુસાઈડ નોટ લખી આરોગ્યકર્મી બે ફૂલ જેવા બાળકો સાથે કેનાલ માં પડ્યો

ઘરના ત્રાસ અને અન્ય પરેશાનીઓ થી આત્મહત્યા નાં કેસો દિવસે અને દિવસે વધતા જાય છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરનાં દહેગામ માં એક ઘટના કાળજું કંપાવી નાખે તેવી સામે આવી છે. જેમાં તેની પત્ની અને સાસરિયાના ત્રાસ થી કંટાળી ને આરોગ્ય કર્મીએ તેના બે બાળકો સાથે કેનાલ માં કૂદી ને મોત ને વ્હાલું કર્યું છે.

ગાંધીનગર નાં દહેગામ નજીક યુવક તેના પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને જીવન ને ટુંકાવી દીધું છે. આ ઘટના ને લઈને આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટના ની કરુણતા એ છે કે યુવાન તેના ફૂલ જેવા બે સંતાન સાથે કેનાલમાં પડતા ત્રણે નાં મોત નિપજયા છે તેને લઈને પરિવારમાં કાળો કેર વર્તાયો છે.

આરોગ્યલકર્મી આ અંતિમ ડગલું ભરતા પહેલા કાળજું કંપાવી દે તેવી સુસાઇડ નોટ લખી છે જે આપણ ને વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય. આ સુસાઇડ નોટમાં તેની પત્ની અને સાસરિયાના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઇને પોલીસે તેની પત્ની અને સાસરિયાં પક્ષના લોકો સામે ગુનો નોંધી ને આગળની તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટમાં પત્ની અને સાસરિયાં પક્ષ નો ત્રાસનો ઉલ્લેખ :

આ યુવાને કાળજું કંપી જાય તેવા ભારે શબ્દોમાં લખ્યુ છે કે સોરી પપ્પા , મમ્મી, ભાઈ અને બહેન હું આજે સદાય ને માટે તમારાથી દૂર થઈ રહ્યો છું. આ કાગળ વાંચીને તમને બૌ દુઃખ થશે પણ હું શું કરું તેના સિવાય મારે કોઈ રસ્તો નથી. મારી પત્ની રાધિકા મારી સાસુ સુખીબેન અને મારા સાલા અલ્પેશશિંહ નાં ત્રાસ ને લઈને હું આ પગલું ભરી રહ્યો છું. મારી પત્ની રાત દિવસ મારી જોડે જઘડા જ કરતી. જે કામ ઘરની સ્ત્રીઓ એ કરવાનુ હોય તે કામ મારી જોડે કરાવતી, મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું મારા માતા પિતા છોડાવ્યા, મારા પરિવાર ને છોડાવ્યો, એ બધું તો ઠીક છે મે બધું છોડી દીધું પરંતુ ક્યારેય મારા સબંધીઓ મારા ઘરમાં આવે તો તે મને ઝઘડતી. મારા માતાપિતા ત્યાં આવે તો મને જઘડો કરતી. તે ઉપરાંત તે મારા સાસરિયાં માં ફોન કરી ને વધુ ઉમેરી ને વાતો કરતી એટલે મારા સાસુ અને સાલા ફોન કરીને મને ફોન કરીને અથવા રૂબરૂ મળીને વારંવાર ધમકીઓ આપતા.

મને કહે તેને પોલીસ કેસ કરું તેને ત્યાં આવીને મારું, તે ઉપરાંત મારી બાજુમા રહેતા કમલેશભાઈ પ્રજાપતિ ને પણ ફોન કરીને કહેકે ચેતનસિંહ ને હું પોલીસ કેશ કરું, ત્યાં આવીને મારું, પણ મારી એક વિનંતી છે કે આ ખાલી માહિતી આપુ છું પણ આ બે ભાઈઓ કમલેશભાઈ અને સુરેશભાઈ નો કોઈ વાંક નથી. તેમણે તો મારી પત્ની ને પણ ઘણી વખત સમજાવી કે મારું ઘર સારી રીતે ચાલે પણ મારી પત્ની માની નઈ.

આ લોકોએ મને એટલો હેરાન કર્યો છે કે હું કેટલું લખું!, લખવા બેશું તો આખો ચોપડો ભરાઈ જાય. પણ હા ટુંકમાં લખું છું કે મારી પાછળ જે પૈસા આવવાના હોય તો મારા માતાપિતા ને આપજો, હું હાથ જોડી ને વિનતી કરું છું કે જેના કારણે હું આ પગલું ભરું છું તેને તો આ રૂપિયા ક્યારેય નાં મળવા જોઈએ.

માતા પિતા ને છેલ્લા પ્રણામ અને હા મારો સાળો બીજા લોકોને ફોન કરીને એવું પણ કહે છે કે હું ભૂવો છું તેને હું કોઈપણ રીતે ઉડાડી દઈશ તેને જીવતો તો હું નહિ છોડું. પરંતુ પપા તમે કોઈ આગળ ની કાર્યવાહી નાં કરતા કારણ કે હવે કઈ મળવાનું નથી જે જવાનું હતું તે જતું રહ્યું.

Leave a Comment