એન્જિનિયરિંગ ની નોકરી છોડીને આ છોકરી કરે છે ખેતી, તેનો આઈડિયા જોઈને ચગડોળે ચડી જવાય.

આપણે આપણી આજુબાજુ જોતા હોઈયે છીએ છે કે લોકો સરકારી નોકરી અને ડોક્ટર એન્જિનિયર બનવા પાછળ પડ્યા હોય છે. પરંતુ આ એક છોકરી તો કઈક અલગ જ માટીની નીકળી.  આ છોકરીએ લાખો રૂપિયા ની કોર્પોરેટર ની નોકરી છોડી ને ખેતી શરૂ કરી. તેની ફક્ત ત્રણ વર્ષમાં તો વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયા પહોંચી ગઈ.

આજકાલ લોકો ગામડામાંથી લોકો શહેર તરફ દોડતા હોય છે. ગામડે ખેતી હોવા છતાં લોકો નાની મોટી નોકરી કરવા માટે શહેર તરફ આવતા હોય છે. પરંતુ આ એન્જિનિયરિંગ છોકરીએ કઈક અવળું જ કરીને દેખાડ્યું જેને ત્રણ વર્ષની મહેનત માં કરોડો નું સામ્રાજ્ય કરી બતાવ્યું છે.

કર્ણાટક એક ગામડાના ગરીબ ખેતી કરતા પરિવારે પોતાની દીકરી ને ભણાવી ગણાવી ને એન્જિનિયર બનાવી. માતા પિતા એવું ઇચ્છતા હતા દીકરી ભણી ગણી ને મોટા શહેરમાં સારી નોકરી કરે. દીકરીએ માં બાપનું સપનું પૂરું પણ કર્યું બેંગ્લોરમાં લાખોના પગાર ની નોકરી પણ મેળવી. પરંતુ દીકરી ને આ નોકરીમાં કોઈપણ રસ નહોતો તેને તો ખેતીમાં વધુ રસ હતો.

આખરે તેને ખેતીનુ સપનુ પુરૂ કરવાનો મોકો લોક ડાઉન દરમિયાન મળ્યો. જ્યારે લોક ડાઉન થયું ત્યારે આ દીકરી ઘરે પહોંચી તેને તેના વર્ષો જૂના સપના ને સાકાર કરવા માટે મહેનત શરૂ કરી દીધી. પોતાની જમીન પર ઓર્ગેનિક ખેતી કરવાનુ સપનું સાકાર કર્યું અને આજે વર્ષે કરોડો રૂપિયા ની કમાણી કરે છે.

આજે રોજા રેડ્ડી નામની આ દિકરી એ કોર્પોરેટર ની નોકરી છોડી ને ખેડૂત બની ગઈ છે. પોતાની 50 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીને શાકભાજી ઉગાડે છે. જેનાથી તેની વાર્ષિક આવક એક કરોડ ને આસપાસ પહોંચે છે.

રોજા રેડ્ડી જમીનમાં ઓર્ગેનિક પદ્તીથી રિંગણ, શિમલા મરચા, જેવી શાકભાજી ની શરૂઆત કરી હતી હાલમાં અનેક પ્રકારના શાકભાજી ઓર્ગેનિક ખેતી થી ઉગાડે છે.

Leave a Comment