બનાસકાંઠા ની જીવાદોરી સમાન દાંતવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડાતા ખેડૂતોમાં ખુશી.

હાલમાં વરસાદ અનેક જગ્યાએ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત નાં મોટાભાગ નાં જળાશયો. ભરાઈ ગયા છે. ત્યારે ઉતર ગુજરાતનાં બનાસકાંઠા નો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ પણ 599 ની સપાટી પાર કરી ગયો છે. જે કુલ 85% કરતા વધુ ભરાઈ ગયો છે.

ડેમ 85% કરતા વધુ ભરાઈ જતા એક દરવાજો ખોલીને 2000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમ ભરાઈ જવાથી બનાસકાંઠા અને પાટણ નાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જમીનના પેટાળમાં ઉંડા જતા પાણીને લઈને ખેડૂતોમાં નવી આશા બંધાઈ છે કે નદીમાં પાણી છોડવાથી પાણીના તળ ઉંચા આવશે.

દાંતીવાડા ડેમ ની કુલ ભયજનક સપાટી 604 ફૂટ છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા 604 ફૂટ ડેમમાં પાણી ભરવામાં આવતું નથી. 85% થી વધુ પાણી થાય ત્યારે આવકના આધારે પાણી નદીમાં છોડવામાં આવે છે. ગઈ સાલ પણ ડેમ ભરાઈ ગયો હતો તેથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પાણી મળ્યા હતા અને આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Comment