ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે દારૂના વેચાણ અને પીવા પર અપાઈ છૂટ | Gujarat International Finance Tec-City | Gift City gandhinagar daru alcohol

ગાંધીનગર: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ ( ગીફ્ટ સીટી ) ખાતે ગુજરાત સરકાર નો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીફ્ટ સીટી ( gift city ) ખાતે લીકર પરમિશન ને આધીન રાજ્ય સરકાર નાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગીફ્ટ સીટી ( gift city ) ખાતે કામ કરતા મજૂરો તેમજ મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દારૂના સેવન માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ને આધીન તે વિસ્તારમાં દારૂના વેચાણ અને પીવા પર છૂટ આપવામાં આવી છે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ એ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી નું મહત્વનું ક્ષેત્ર ગણાય છે. જ્યાં આર્થિક વિકાસ કાર્યો કાર્યરત છે. ગીફ્ટ સીટી ખાતે ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાની કંપનીઓ ધરાવે છે. તેને આધીન ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારમાં દારૂના સેવન માટે છૂટ અપાવામાં આવી છે.

ગુજરાતનાં ગાંધીનગર એટલે કે ગુજરાતનાં પાટનગર ગાંધીનગર નાં ગીફ્ટ સીટી એ ભારતનું સૌ પ્રથમ સ્માર્ટ સીટી છે. આ ગીફ્ટ સીટી 900 એકર જેટલી જમીનમાં ફેલાયેલું છે. ગીફ્ટ સીટી નું ઇન્સ્ટચકચર ખુબજ યુનિક છે. આ સંકુલમાં district કુલિંગ સિસ્ટમ યુટિલિટી ટનલ તેમજ કચરો ભેગો કરવા માટે ઓટોમેટિક મશીન  જેવી અનેક સુવિધાઓ રહેલું છે.

ગીફ્ટ સીટી મા આંતરરાષ્ટ્રીય બેન્કો, it કંપનીઓ, વીમા કંપનીઓ તેમજ ઇન્ટરનેશનલ શેરબજાર અને ભારતનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ financial સર્વિસ સેન્ટર આવેલું છે. અહી ઘણી બધી હોટેલો તેમજ રહેણાક વિસ્તાર આવેલા છે.

Leave a Comment