મોબાઈલ સહાય યોજના 2024 | Mobile sahay 2024 | ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદવા મળશે સહાય.

આપણે જાણીએ છીએ છે કે સરકાર દ્વારા અનેક વખતે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ સહાય યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ મોબાઇલ સહાય 2024 માં સરકાર તમને મોબાઈલ ખરીદવા માટે સહાય આપશે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો અને ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવતી હોય છે. ત્યારે ફરી વખતે ગુજરાતના ખેડૂતો માહિતગાર થાય અને નવી ટેકનોલોજી નો લાભ લેવા માટે સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના થકી સ્માર્ટ ફોન ખરીદવા માટે 40% સબસીડી અથવા 6 હજાર રૂપિયા જે ઓછું હસે તે મળવાપાત્ર છે.

મોબાઈલ સહાય યોજના 2024 : 

આ યોજના લાવવા માટે સરકાર નો હેતુ એ છે કે ગામડા નાં છેવાડા નાં ખેડૂતો પણ આધુનિક ખેતી કરતા થયા અને માહિતગાર થાય. આ મોબાઇલ સહાય યોજના માટે i khedut પોર્ટલ પર અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.

આ અરજી ફોર્મ ભરવા માટે તમે i khedut portal પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકો છો. વર્ષ 2024 – 25 માં આ મોબાઇલ સહાય નો લક્ષ્યાંક 16 હજાર જેટલો રાખવામાં આવ્યો છે. તેના માટે વહેલા તે પહેલાં નાં ધોરણે અરજી સ્વીકારવામાં આવશે.

મોબાઇલ સહાય યોજના 2024 માટે મહત્વના નિર્દેશ:

• યોજના : મોબાઈલ સહાય યોજના 2024

• મુખ્ય યોજના : ખેતીવાડી વિભાગ ની યોજના

• યોજના માં લાભ કેટલો મળે : મોબાઈલ નાં 40% અથવા 6000 રૂપિયા

• કોણ અરજી કરી શકશે: ગુજરાતના ખેડૂતો

• અરજી પ્રક્રિયા : ઓનલાઇન

• ઑફિશિયલ વેબસાઇટ : https://ikhedut.gujarat.gov.in

• ફોર્મ ભરવા ની શરૂઆત : 9 જાન્યુઆરી 2024

• ફોર્મ ભરવા ની અંતિમ તારીખ : 8 ફેબ્રઆરી 2024

મોબાઈલ સહાય યોજના હેઠળ શું લાભ મળે :

આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો ને સ્માર્ટ ફોન ખરીદવા માટે રૂપિયા 6 હજાર ની સહાય અથવા 40% સબસીડી મળવાપાત્ર છે.

જરૂરી ડોક્યુમેન્ટ :

• આધાર કાર્ડ

• રેશન કાર્ડ

• 8 અ ઉતારા

• બેંક પાસબુક

વધુ વાંચો : ફ્રી સિલાઈ મશીન યોજના 2024 અરજી કરો.

મોબાઈલ સહાય માટે અરજી કેવી રીતે કરશો: 

મોબાઈલ સહાય માટેની અરજી કરવા માટે તમારે i khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તેના માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશું.

• સૌ પ્રથમ તમારે ગૂગલ પર જઈને i khedut લખવાનું રહેશે.

• ત્યાર બાદ ઉપર યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ સહાય યોજના 2024

• તેમાં ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.

• તેમાં નીચે સ્માર્ટ ફોન ખરીદી સહાય પર ક્લિક કરવાનું રહેશે.

• તેમાં ક્લિક કરશો એટલે તમને તેમાં જરૂરી માહિતી દેખાશે તે ધ્યાનથી વાંચી ને અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.મોબાઈલ સહાય યોજના 2024

• ત્યાર બાદ માંગ્યા મુજબ દરેક માહિતી ભરો.

• ત્યાર બાદ સબમિટ કરીને અરજી સેવ કરી લો.

• ત્યાર બાદ તમારી અરજી નો નંબર નોંધી લો અને અરજી પ્રિન્ટ નીકાળી લો.

Leave a Comment