ફ્રી સિલાઈ મશીન યોજના 2024 | Free Silai Machine 2024 | Silai Machine yojana 2024 online form

સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 લાગુ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ છે કે સરકાર ગરીબો અને ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે ત્યારે માનવ કુટીર અને માનવ કલ્યાણ ની યોજનાઓ માટે મફતમાં સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવી છે.

ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દરેક લોકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના નાં ફોર્મ સ્વીકારવાનું શરુ કરી દીધેલ છે.

માનવ કલ્યાણ યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ આવે છે. સમાજમાં ગરીબ લોકો જે આર્થિક રીતે નબળા અને પછાત છે તે લોકો ધંધો રોજગાર મેળવે તે ખુબજ જરૂરી છે. જેમાં માનવ કલ્યાણ યોજના 2024 અંતર્ગત ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. આ યોજનાઓ પૈકી એક મહત્વપૂર્ણ યોજના ફ્રી સિલાઈ મશીન યોજના વિશે આપણે માહિતી મેળવીશું. જે યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવા અને કયાં કયાં ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે ચર્ચા કરીશું.

ફ્રી સિલાઈ મશીન યોજના નો હેતુ:

રાજ્યના તમામ લોકો રોજગારી મેળવે અને ધંધો કરે તે ખુબજ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલાઓ પોતાના ઘરમાં બેસીને ધંધો કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. દરજી કામ કરવા માટે વિવિધ સાધન સામગ્રી ની જરૂર પડે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

ફ્રી સિલાઈ મશીન યોજના નાં મહત્વના મુદ્દા:

• યોજના : ફ્રી સિલાઈ મશીન યોજના

• મુખ્ય યોજના : માનવ કલ્યાણ યોજના

• વિભાગ : માનવ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ

• આ યોજનામાં શું લાભ મળે : મહિલાઓ ને કપડા સીવવા માટે સિલાઈ મશીન

• આ યોજના હેઠળ કેટલી રકમ મળી શકે : 21,500 રૂપિયાની સાધન સહાય

• અરજી પ્રક્રિયા : ઓનલાઇન

• ઓફિસિયલ વેબસાઇટ : http://www.cottage.gujarat.gov.in/

• ઓનલાઇન ફોર્મ ભરવા – અહી ક્લિક કરો 

આ યોજના હેઠળ શુ લાભ મળે: 

માનવ કલ્યાણ યોજના 2024 મફત સિલાઈ મશીન યોજના હેઠળ મફતમાં સિલાઈ મશીન (સંચો) આપવામાં આવશે. આ સાધન સહાય યોજના હેઠળ 21,500 રૂપિયાની કિંમત પેટે પણ આપવામાં આવે છે.

”  Read more : તાડપત્રી સહાય યોજના ” 

ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ જરૂરી ડોક્યુમેન્ટ:

• લાભાર્થીએ સીવણ તાલીમ મેળવી હોય તેવું પ્રમાણપત્ર

• વિધવા સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર

• આધાર કાર્ડ

• લાભાર્થી નું રેશન કાર્ડ

• ઉંમર અંગેનો પ્રમાણપત્ર

• જાતિનું પ્રમાણપત્ર

• ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો

• શહેરી વિસ્તારમાં સુવર્ણ કાર્ડની નકલ

• આવકનો દાખલો

• ચુંટણી કાર્ડ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી: 

માનવ કલ્યાણ ની મફત સિલાઈ મશીન યોજના હેઠળ e – kutir portal પર ઓનલાઈન application કરવાની રહેશે. e kurit portal પર વિવિધ સાધન સહાય માટે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

• આ યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. તેના માટે સૌ પ્રથમ ગૂગલ માં જવાનું રહેશે.

• ગૂગલ મા જઈને તમારે e kutir portal લખવાનું રહેશે.

• તેમાં કમિશનર અને કુટીર ગ્રામોદ્યોગ ની અધિકૃત વેબસાઈટ ખુલશે.

• e kutir portal પર ક્લિક કરતા માનવ કલ્યાણ યોજના દેખાશે.

• E kutir portal પર તમે અગાઉ એકાઉન્ટ બનાવ્યું હસે તો login id અને password નાખીને login કરવાનું રહેશે.

ફ્રી સિલાઈ મશીન યોજના
ફ્રી સિલાઈ મશીન યોજના

• લોગીન કર્યા પછી માનવ કલ્યાણ ની વિવિધ યોજનાઓ જોવા મળશે.

• જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે અને તેમાં વ્યક્તિગત માહિતી ભરીને save કરવાનું રહેશે.

• તમારા અનુભવને ધ્યાને રાખીને ફ્રી સિલાઈ મશીન યોજના સિલેક્ટ કરવાનુ રહેશે.

• અરજદારે આધાર કાર્ડ ની નકલ, રેશન કાર્ડની નકલ વગેરે document upload કરવાના રહેશે.

• ત્યાર બાદ application વાંચ્યા બાદ confirm કરવાના રહેશે.

Leave a Comment