શ્રાવણ માસમાં આ વસ્તુનું દાન કરવાથી ખુલી જાય છે કિસ્મતના દ્વાર, દરેક કામ થઈ જશે સફળ.

ભારતમાં શ્રાવણ માસ ની શરૂઆત થોડા દિવસોમાં જ થઈ રહી છે ત્યારે આપણે ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોઈએ છીએ. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ કરવા માટે વિશેષ છે. આ વખતે સાવન પૂરા બે મહિના ચાલવાનો છે. આ વખતે શ્રાવણ માં મલમાસ આવવાના કારણે શ્રાવણ 59 દિવસનો રહેશે.

આ શ્રાવણ માં 8 સાવન સોમવાર છે. શ્રાવણ માસમાં શિવની પૂજાની સાથે દાન પુણ્ય કરવું પણ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવની અસીમ કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનામાં કેટલીક વસ્તુઓ નું દાન કરવું ખુબજ લાભદાયી છે.

•  શ્રાવણ માસમાં આ વસ્તુઓ નું દાન કરો:

આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણ મહિનામાં મંદિરમાં તાંબા કે ચાંદીમાંથી બનેલા સાપની જોડીનું દાણ કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. તેની સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ નું દાન કરવાથી માન સન્માન વધે છે. કહેવાય છે કે રુદ્રાક્ષ નું દાન કરવાથી આયુષ્ય પણ વધે છે. તે ઉપરાંત શ્રાવણ માસમાં કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કાળા તલ ભગવાન શિવ અને ભગવાન શનિદેવ બંને ને પ્રિય છે.

સોમવાર કે શનિવાર નાં દિવસે કાળા તલનું દાન કરવાથી શનિદેવનો પ્રભાવ ઓછો થાય છે. આ સાથે રાહુ કે કેતુની આડઅસરો ઓછી થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જરૂરિયાતમંદો ને ચોખાનું દાન કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

શ્રાવણ મહિનામાં ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચંદન, શાકર, ઘી, દૂધનું દાન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરિવારમાં સુખ શાંતિ મળે છે.

Leave a Comment