ભારત આજે લોન્ચ કરશે ચંદ્રયાન -3, શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર થી લોંચ કરશે ચંદ્રયાન.

ભારત માટે ગૌરવ ની ક્ષણ કહી શકાય તેવું ચંદ્રયાન 3 આજે ભારતના આંધપ્રદેશ નાં શ્રી હરિકોટા સ્પેસ સ્ટેશન થી 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ભારત ની આ મહત્વની સિધ્ધિ કહી શકાય તેવા ચંદ્રયાન 3 ચંદ્ર પર 45 થી 50 દિવસે પહોંચશે જેની વિગતે માહિતી મેળવીશું.

અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન નો સમાવેશ કરી શકાય. ઈસરો એ માહિતી આપી હતી કે તેમનું ચંદ્રયાન 3 14 જુલાઈ એ આંધ્ર પ્રદેશના શ્રી હરીકોટા થી લોંચ કરવામાં આવશે. આ યાન 14 જુલાઈ 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર્યાન 3 એ ચંદ્રયાન 2 નું બીજું રૂપ છે જે ચંદ્ર ની સપાટી પર જઈને એક લેન્ડર અને રોવર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ની ક્ષમતા માપવાની છે. 

ચંદ્રયાન 3 દરેક રીતે સફળ થશે એવી આશા વ્યકત કરતા ઇસરોના પૂર્વ અધ્યક્ષ માધવન નાયરે કહ્યુ કે આ મિશન ભારત માટે આ અવકાશ અભ્યાન ક્ષેત્રમાં સીમાચિન્હ સાબિત થશે. તેમણે એવું પણ જણાવ્યું કે ચંદ્ર પર લેન્ડ અને સોફ્ટ લેન્ડ નું ખુબજ મુશ્કેલ છે. મિશન ની સફળતા માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

લાઈવ લોન્ચિંગ જોવા – અહીં ક્લિક કરો 

ચંદ્ર્યાન 3 બનાવવા નો અંદાજિત ખર્ચ 600 કરોડ ને પાર છે. આ યાન નું સંપૂર્ણ મનુફેક્ચરિંગ ઈસરો એ કર્યું છે. ચંદ્ર્યાન 3 એ રોડર લેન્ડર સાથે ચંદ્રયાન 2 નાં ઓર્બિટર સાથે સંપર્ક સાધશે. તેમની પાસેથી મળેલી માહિતી ઓર્બિટર કે સીધા લેન્ડર દ્વારા ઈસરો નાં ડીપ સ્ટેશન ને મોકલશે.

Leave a Comment