બાઇક સાથે નીકળેલા 14 જેટલા ગુજરાતીઓ હિમાચલ પ્રદેશમાં થયા ગુમ, શક્તિસિંહ ગોહિલે સરકારને કરી અપીલ.

હિમાચલ પ્રદેશમાં હાલમાં ભારે વરસાદ ને કારણે જળ પ્રલયની સ્તીથી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અનેક લોકોના મોતના સમાચાર પણ આવી રહ્યા છે. દેશના ટોચના પ્રવાસન સ્થળોથી એક એવા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ને કારણે સ્થિતિ બહુ ભયાનક છે.  નદીઓ માં પુર આવી રહ્યા છે અને ભૂસ્ખલન ની સ્તીથી વર્તાઈ રહી છે.

પર્વતો પરથી જાણે કે આફત આવતું હોય તેમ પાણી વહી રહ્યું છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અનેક પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે અને આવી આફતમાં ઘણા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પણ અટવાઈ ગયા છે. આ પ્રવાસમાં ઘણા ગુજરાતીઓ પણ અટવાયા નાં સમાચાર મળી રહ્યા છે.  આ ગુજરાતીઓ ની તાત્કાલિક મદદ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ એ જણાવ્યું હતું કે હિમાચલમાં 14 જેટલા ગુજરાતીઓ પણ ગુમ થયેલા છે. ગુમ થયેલા આ લોકોમાં મોટાભાગના યુવાનો છે. જે બાઇક લઈને હિમાચલ માં ફરવા નીકળ્યા હતા. હું રાજ્ય સરકાર ને અપીલ કરું છું કે આ યુવાનો ની મદદ માટે તત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે વતન લાવવામાં આવે.  તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ છેલ્લે મનાલી સુધી સલામત રીતે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ ચન્ડ્રતાલ ગયા હતા અને ત્યાથી ત્રિલોકનાથ જવા નીકળ્યા હતા. જોકે ત્યાર બાદથી આ લોકોનો સંપર્ક તુટી ગયો છે.

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર ને અપીલ કરી હતી કે ગુમ થયેલા તમામ ગુજરાતીઓ માટે ત્વરિત પગલાં લેવામાં આવે. તેમના પરિવારજનો હાલમાં ખુબજ ચિંતામાં છે. કુદરતી આફત સમયે સરકારે સામે આવવું જોઈએ અને બને તેટલી મદદ કરવી જોઈએ.

Leave a Comment