તાડપત્રી સહાય 2023, i khedut તાડપત્રી સહાય.

સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત રાજયના ખેડૂતો માટે તાડપત્રી સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ તાડપત્રી સહાય યોજના હેઠળ ખેડૂતોને 1875 રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે.

રાજ્યના ખેડૂતો માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોના લાભ માટે i khedut પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા રાજ્યના તમામ ખેડૂતો ખેતીવાડી યોજનાઓ નો લાભ ઘરે બેઠા ઓનલાઇન અરજી કરીને મેળવી શકે છે.

હાલમાં ખેડૂતો માટે ખેતીવાડી ની યોજનાઓ માં તાડપત્રી સહાય માટેના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ખેતીવાડીમાં વિવિધ કામોમાં તાડપત્રી નો ઉપયોગ કરી શકે તે હેતુ થી આ યોજના નો લાભ આપવામાં આવે છે. આ યોજના માં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

તાડપત્રી સહાય યોજના નો હેતુ :

રાજ્યના તમામ ખેડૂતોને જેમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને મોટા કદના ખેડૂતો દરેક ને પાક લેવા માટે સાધન ની જરૂર પડતી હોય છે. તેમજ વરસાદ થી પાકને બચાવવા અને થીસર પ્રક્રિયા દરમિયાન તાડપત્રી ની જરૂર પડતી હોય છે તે હેતુથી ખેડૂતો ને આ સહાય આપવામાં આવે છે.

• તાડપત્રી સહાય યોજના માટે પાત્રતા :

1 – આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

2 – લાભાર્થી નાના, મોટા કે સીમાંત ખેડૂત હોવો જોઈએ.

3 – અરજદાર ખેડૂત પોતાના મિલિકી ની જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.

4 – જંગલ વિસ્તારના ખેડૂતો માટે ટ્રાઈબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.

5 – તાડપત્રી યોજના માં ત્રણ વાર લાભ મળશે.

6 – તાડપત્રી સહાય યોજના માટે i khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

” બેટરી સંચાલિત પંપ સહાય માટે – અહી ક્લિક કરો 

• તાડપત્રી સહાય યોજના માટેના મહત્વના નિર્દેશ :

યોજના નું નામ : તાડપત્રી સહાય યોજના

આર્ટિકલ ની ભાષા : ગુજરાતી

યોજના નો ઉદેશ : ખેડૂતો ને આર્થિક સહાય માટે

લાભ કોને મળશે : ગુજરાતનાં ખેડૂતોને

સહાય ની રકમ : કુલ ખર્ચના 50% અથવા 75% અનામત જ્ઞાતિઓ ને મળશે. અથવા રૂપિયા 1250 અને 1875 જે ઓછું હસે તે મળશે.

અરજી કરવા માટેની વેબસાઈટ: i khedut portal 

ઓનલાઇન અરજી કરવા – અહી ક્લિક કરો 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ – 22/12/2023

• તાડપત્રી સહાય યોજના માટે સહાય નાં ધોરણ : 

ગુજરાત સરકાર ની આ યોજના સબસિડી હેઠળ છે. આ યોજના i khedut પોર્ટલ પર સબસિડી નક્કી કરેલી છે. આ સબસીડી ગુજરાતના ખેડૂતોને નક્કી કરેલ વર્ષ 2023 નાં નિયમ મુજબ મળશે.

AGR 14 – અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર છે.

AGR 2 – સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂા 1250/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

AGR 4 – અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75 % અથવા રૂા.1875/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ.

AGR 3 – અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ.

NFSM – તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂા 1250/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ.

• તાડપત્રી ની સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ :

• ખેડૂતનું આધાર કાર્ડ નકલ

• 7/12 ઉતારા

• રેશન કાર્ડની નકલ

• અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર

• જો લાભાર્થી વિકલાંગ હોય તો વિકલાંગ સર્ટિફિકેટ

• જો જમીનમાં સયુંક્ત ખાતેદાર હોયતો 7/12 અને 8અ માં અન્ય હિસ્સેદાર નું સંમતિપત્ર

• આત્મા નું રજિસ્ટર ધરાવતા હોય તો તેની વિગત

• સહકારી મંડળી નાં સભ્ય હોય તો તેની વિગત

• દૂધ મંડળીના સભ્ય હોય તો તેની વિગત

• બેંક ખાતાની પાસબુક ની નકલ.

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો: 

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂત મિત્રો એ i khedut portal પરથી અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂત પોતાના ગામના VCE ઓપરેટર અથવા સાયબર કેફે પરથી પણ અરજી કરી શકશે. જો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થી ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો પણ કરી શકશો. જો તમે મોબાઈલ થી અરજી કરવા ઈચ્છતા હોય તો અરજી કેવી રીતે કરવી તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશું.

• ઓનલાઇન અરજી કરવા માટે તમારા મોબાઈલ સર્ચ બ્રાઉઝર મા અથવા ગૂગલ પર જવાનું રહેશે.

• ગૂગલ પર જઈને i khedut લખવાનું રહેશે.

• જે પરિણામ આવે તેમાં ગુજરાત કૃષિ વિભાગ ની પહેલી વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in જોવા મળે તેના પર ક્લિક કરવાનું છે .

• વેબસાઇટ ખુલ્યા બાદ નીચે ફોટા મા દેખાય તે રીતે યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.તાડપત્રી સહાય

• તેના પર ક્લિક કર્યા બાદ સૌથી ઉપર “ખેતીવાડી ની યોજનાઓ માટે અહી ક્લિક કરો” તેવું લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કરો.

• ખેતીવાડી ની યોજનાઓ માં વિવિધ ચાલુ દરેક યોજનાઓ જોવા મળશે.

તાડપત્રી સહાય
તાડપત્રી સહાય યોજના

• જેમાં તમારે “તાડપત્રી ” લખેલું જોવા મળે તેના પર ક્લિક કરવાનું રહેશે.

• તેના પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે તેમાં તમારે અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.

• તેના પર ક્લિક કરશો એટલે જો તમે અગાઉ રજિસ્ટર કરેલું હસે તો હા કરવાનું નહીતો નાં પર ક્લિક કરી ને આગળ  પ્રોસેસ કરવાની રહેશે.

• જો લાભાર્થી ખેડૂતે અગાઉ રજિસ્ટર કરેલ નથી તો નાં પર ક્લિક કરીને પ્રોસેસ પર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું રહેશે.

• ઓનલાઇન ફોર્મ મા દરેક માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે.

• લાભાર્થીએ અરજી ચેક કરીને અરજી ફોર્મ confirm કરવાની રહેશે.

• ખેડૂત ને અરજી ફોર્મ નો અરજી નંબર દેખાશે તે નોંધી લેવો તેના આધારે પ્રિન્ટ નીકળી લેવી.

• અરજી ફોર્મ માટે તારીખ :

આ અરજી ફોર્મ 23 નવેમ્બર 2023 નાં રોજ ભરાવવા નાં શરૂ થયા છે અને 22  ડિસેમ્બર 2023 સુધી ફોર્મ ભરવાના ચાલુ રહશે. જે ખેડૂત આ યોજના નો લાભ લેવા ઈચ્છતા હોય તે વહેલી તકે ફોર્મ ભરી લેવા.

Leave a Comment